સુરત: સુરતના ભેસ્તાન વિસ્તારના ફાયર સ્ટેશનનીબાજુમાં આવેલ ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં થોડાક દિવસથી ચોરીઓના બનાવ સામે આવી રહ્યા હતા. તે દરમિયાન ગતરોજ એક ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો અને ત્યારબાદ ફાયરના અલગ-અલગ રહેલા સાધનો ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ લોકોએ તેને ચોરી કરતા જોયો. અને પકડી પાડવામાં આવ્યો હતો. અને થાંભલા સાથે દોરીથી બાંધી દેવામાં આવ્યો હતો.
ભેસ્તાનના ફાયર સ્ટેશનમાં ચોરી કરવા આવેલ ચોર ઝડપાયો - A THIEF CAUGHT STEALING
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં એક તસ્કર ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા આવ્યો હતો. અને ઝડપાઈ જતા તેને થાંભલા સાથે બાંધી દીધો હતો. લોકોએ 100 નંબરમાં કોલ કરીને ચોરને પોલીસને સોંપી દીધો હતો., A THIEF CAUGHT STEALING FROM A FIRE STATION IN BHESTAN
ભેસ્તાનના ફાયર સ્ટેશનમાં ચોરી કરવા આવેલ ચોર ઝડપાયો (ETV Bharat Gujarat)
Published : Jul 20, 2024, 8:15 PM IST
આ ચોર અગાઉ બે વાર ચોરી કરી ચૂક્યો છે અને આ ત્રીજી વાર ચોરી કરવા આવતા ઝડપાઈ ગયો હતો. જેને લોકોએ માર મારીને થાંભલે બાંધી દીધો હતો. ત્યારબાદ ફાયર અધિકારી સામે તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને કોલ કરી ભેસ્તાન પોલીસને આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો. ચોર ઇજાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસ દ્વારા આ ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.