ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાંં બે કાર વચ્ચે ટક્કરમાં 3નાં મોત, એક કારમાંથી દારૂની પેટીઓ નીકળી - terrible accident in Ahmedabad - TERRIBLE ACCIDENT IN AHMEDABAD

અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. terrible car accident in Ahmedabad

અમદાવાદમાંં ભીષણ અકસ્માત
અમદાવાદમાંં ભીષણ અકસ્માત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 10:27 AM IST

Updated : Jul 1, 2024, 10:35 AM IST

અમદાવાદમાં બોપલના વકિલ બ્રિજ પર બે કાર વચ્ચે ટક્કરમાં 3નાં મોત (Etv Bharat Gujarat)

અમદાવાદ: અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

કારમાંથી દારૂ અને બીયરના ટીન નીકળ્યા (Etv Bharat Gujarat)

અમદાવાદમાં શહેરના બોપલના વકીલ સાહેબ બ્રિજ પર સવારે 5 વાગ્યાની આસપાસ બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથી ધરી છે.Body:અમદાવાદ. બુટલેગરની ગાડી સવારે પાંચ વાગે અન્ય ગાડી સાથે અથડાતા ગંભીર અકસ્માત

બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત (Etv Bharat Gujarat)

બુટલેગરની કાર વૈષ્ણોદેવી સર્કલથી બોપલ આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ છે જેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ ગમખ્વાર અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટ્રાફિક ડી સીપી નીતા દેસાઈએ જણાવ્યું કે હજી તપાસ ચાલુ છે.

Last Updated : Jul 1, 2024, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details