ગુજરાત

gujarat

ETV Bharat / state

Alpesh Thakor: 'દબાણ વાળી જગ્યા ખાલી કરો, આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ નહીં સાંભળે': અલ્પેશ ઠાકોર - બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરનું નિવેદન

હાલમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી રામજીભાઈની ચાલીમાં ઠાકોર સમાજના દબાણમાં તોડાયેલા મકાનોને લઈને ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, સરકારી જમીન પર જે દબાણો હતા તે તોડવામાં આવ્યાં છે. સાથે જ તેમણે સમાજને અપીલ કરી કે...વાંચો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી.

અલ્પેશ ઠાકોરનું નિવેદન
અલ્પેશ ઠાકોરનું નિવેદન

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 10:27 PM IST

બનાસકાંઠા:ગાંધીનગરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશજ ઠાકોરે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી રામજીભાઈની ચાલીમાં ઠાકોર સમાજના દબાણમાં તોડાયેલા મકાનોને લઈને નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, સરકારી જમીન પર જે દબાણો હતા તે તોડવામાં આવ્યાં છે. સાથે જ તેમણે સમાજને અપીલ કરી કે, લોકોને સમજાવો કે દબાણ વાળી જગ્યા ખાલી કરે અને આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહીં. કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી મકાન ન મળે અને આ અંગે વિરોધ ન કરવાની પણ અપીલ કરી હતી.

અલ્પેશ ઠાકોરનું નિવેદન: અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી રામજીભાઈની ચાલીમાં ઠાકોર સમાજના દબાણ તોડવાના મામલાને લઇ દાંતા ખાતે ઠાકોર સમાજના કાર્યક્રમમાં આવેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કહ્યું હતું કે, દબાણવાળા મકાન તંત્રએ તોડ્યા છે, જે સરકારી જમીન પર દબાણો હતા તે હટાવવામાં આવ્યા છે. સાથે જે 78 જેટલા લોકો જે 2010 પહેલાં ત્યાં રહેતા હતા અને જે મકાન આપવાની તંત્ર તૈયારી કરી રહ્યું છે. તેમના માટે જો પૈસા ભરવાના થાય તો ધારાસભ્ય તરીકે એક વર્ષનો પગાર ₹10,00,000નો ચેક પીડીતોને અપાશે. સાથે જ સમાજના લોકો સમજાવે કે લોકો દબાણ વાળી જગ્યા ખાલી કરે આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહીં અને આ લોકોના મકાન અટકી જશે કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી મકાન નથી મળવાના જેથી વિરોધ ન કરવા અપીલ કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દાંતા તાલુકા ટીમ દ્વારા પ્રથમ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાતા તાલુકાના ઠાકોર સમાજના પ્રથમ વિદ્યાર્થી અને કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું સન્માન કરી હર્ષભેર આ કાર્યક્રમની ઉજવણી દાંતાના બામણીયા ખાતે ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી હતી.

બામણિયા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ ઠાકોરનું કાર્યક્રમમાં આગમન તથા સ્ટેજ પર તેમનું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ દ્વારા સાફો પહેરાવી માતાજીની મૂર્તિ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે જ અલ્પેશ ઠાકોર સહિત મહાનુભવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

  1. Patan foundation day: 'પાટણની પ્રભુતા', પાટણના 1279માં સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી
  2. Banaskantha Lok Sabha Seat: પશુપાલન અને ડેરી ક્ષેત્રે મહત્વના એવા બનાસકાંઠાના ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી

ABOUT THE AUTHOR

...view details