ગુજરાત

gujarat

ETV Bharat / state

સાધુઓએ જ સાધુને લૂંટ્યો, અમરેલીના ખાંભામાં 2 સાધુઓએ સાધુને માર મારીને લૂંટ ચલાવી

અમરેલીના ખાંભાના ખોડિયાર આશ્રમમાં ભગુડાના સાધુને 2 સાધુઓએ માર મારીને જટા કાપી નાખી હતી. રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી.

અમરેલીના ખાંભામાં 2 સાધુઓએ સાધુને માર મારીને લૂંટ ચલાવી
અમરેલીના ખાંભામાં 2 સાધુઓએ સાધુને માર મારીને લૂંટ ચલાવી (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

અમરેલી:જિલ્લામાં લૂંટની ઘટના સામે આવી છે, ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યા હતા, ત્યારે 2 અન્ય સાધુઓએ લૂંટ ચલાવીને સાધુને માર માર્યો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

2 સાધુઓેએ સાધુની જટા કાપી નાખી: અમરેલીના ખાંભા પાસે આવેલા ખોડીયાર મંદિરમાં ભગુડાના સાધુ પૂજા કરવા આવ્યા હતા અને ખોડીયાર મંદિરના આશ્રમમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે 2 સાધુઓ આવ્યા હતા અને આ સાધુઓએ ભગુડાના સાધુને માર માર્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.

અમરેલીના ખાંભામાં 2 સાધુઓએ સાધુને માર મારીને લૂંટ ચલાવી (etv bharat gujarat)

આરોપી 2 સાધુઓએ વિરુદ્ધ પોલીસ ફરિયાદ: આ અન્ય 2 સાધુઓએ ભગુડાના સાધુ પાસેથી 10 હજારની લૂંટ ચલાવી હતી અને મોબાઇલ પણ છીનવી લીધો હતો. આ ઉપરાંત આ 2 સાધુઓએ ભગુડાના સાધુની જટા કાપીને વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે ખાંભા પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાતા આરોપી સાધુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:

  1. માસ્ક પહેરેલા બદમાશો મોડી રાત્રે ફિલ્મી સ્ટાઈલમાં ઘરમાં ઘૂસ્યા, બુરહાનપુરમાં ઘટનાને અંજામ આપ્યો
  2. જૂનાગઢમાં ધોળા દિવસે છરીની અણીએ 26.80 લાખની લૂંટ, પોલીસે ગણતરીના કલાકમાં પકડ્યા 3 લૂંટારા
Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details