ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના મિરઝાપુરની કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી

અમદાવાદના મિરઝાપુરની કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી જેને લઇને ભારેે અફરા તફરી મચી હતી. ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી.

અમદાવાદના મિરઝાપુરની કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી
અમદાવાદના મિરઝાપુરની કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2024, 3:06 PM IST

અમદાવાદ: દિવાળીના સમયે ફટાકડાના કારણે ઘણી જગ્યાએ આગના બનાવ સામે આવી રહ્યા છે. જેમાંથી અમદાવાદમાં એક મોટી ઘટના બની છે. અમદાવાદ મિરઝાપુર વિસ્તારમાં આવેલ કબાડી માર્કેટમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. મિરઝાપુરની કબાડી માર્કેટમાં ફટાકડાને કારણે આગ લાગવા ઘટના બની છે.

ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી: આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 21 ગાડીઓ અને 100 ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબુમાં લીધી હતી. રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાની ટળી હતી અને ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લીધા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમદાવાદના મિરઝાપુરની કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી (Etv Bharat Gujarat)

આગને લીધે દુકાનોમાં ભારે નુકસાન: ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મિરઝાપુરમાં આવેલી કબાડી માર્કેટમાં 12:00 વાગ્યાના આસપાસ આગ લાગી હોવાની વાત સામે આવી હતી. જેના કારણે આસપાસની દુકાનોની ભારે નુકસાન થયું છે અને આ અંગે મેજર કોલ જાહેર કર્યો હતો. આમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગને ફાયર વિભાગે કાબૂમાં લીધી હતી અને ઘટના સ્થળે પોલીસની ટીમ પણ પહોંચી હતી.

આગ લાગવાની બીજી ઘટના: બીજી તરફ અમદાવાદના નિકોલના રહેણાંક મકાનમાં પણ મોડી રાત્રે ઘરમાં આગ લાગી હતી અને ત્યાંના એક ટાવરના આઠમાં માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેનું કારણ એસીમાં શોર્ટ સર્કિટ બતાવવામાં આવે છે. ત્યારે આ ઘટનાને લીધે કોઇ જાનહાનિ થઇ નહોતી. આ ટાવરમાં રહેનારા તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.

આ પણ વાંચો:

  1. સાવરકુંડલામાં બસ સ્ટેન્ડ પાસે ભંગારના ડેલામાં આગ લાગી, ફાયર બ્રિગેડે આગ બુઝાવી
  2. કેશોદમાં ભયંકર આગનો બનાવ, આવકાર હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી

ABOUT THE AUTHOR

...view details