પાટણ: જિલ્લામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો કેસ સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામનો સામે આવ્યો હતો. જેમાં 7 વષીય બાળક સંક્રમિત થતાં તેને પ્રથમ ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટિલેટર ઉપર રાખી હાલ તેની સારવાર હાથ ધરાવામા આવી હતી. જોકે તેની તબિયત સુધારવાની જગ્યાએ બગડી રહી હતી ત્યારે આજે સવારે બાળકનું મોત થયું હતું.
પાટણમાં ચાંદીપુરા વાયરસથી 7 વર્ષીય બાળકનું મોત - Chandipura virus - CHANDIPURA VIRUS
પાટણ જિલ્લામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો કેસ સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામનો છે. જેમાં સાત વર્ષીય બાળક સંક્રમિત થતાં તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, ત્યારે આજે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જાણો સમગ્ર માહિતી વિગતે..., A 7-year-old child died of Chandipura virus
![પાટણમાં ચાંદીપુરા વાયરસથી 7 વર્ષીય બાળકનું મોત - Chandipura virus પાટણમાં ચાંદીપુરા વાયરસથી 7 વર્ષીય બાળકનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2024/1200-675-22111157-thumbnail-16x9-jpg.jpg)
પાટણમાં ચાંદીપુરા વાયરસથી 7 વર્ષીય બાળકનું મોત (ETV Bharat Gujarat)
Published : Aug 2, 2024, 4:33 PM IST
પાટણમાં ચાંદીપુરા વાયરસથી 7 વર્ષીય બાળકનું મોત (ETV Bharat Gujarat)
આજે સવારે 7.45 કલાકે બાળકનું થયું મોત:મોત થયેલ બાળકના મૃતદેહને તેના વાલીને સોંપવામાં આવ્યું છે. હાલમાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. તો ચાંદીપુર વાઇરસને લઈ ગામમાં ભયનો મહલો જોવા મળી રહ્યો છે. ત્યારે બાળકના પરિવારજનો અને સંબંધીઓ ચિંતામાં મુકાયા છે.
ઉપરાંત, ધારપુર સિવિલના આર.એમ.ઓ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સારવાર દરમિયાન આજે સવારે 7.45 કલાકે બાળકનું મોત થયું હતું. બાળકના મૃતદેહને તેના વાલીને સોંપી દેવામાં આવ્યો છે.