રાજકોટ: જિલ્લાના જામકંડોરણા તાલુકાના હરિયાસણ ગામ ખાતે એક મહાકાય અજગર ચડી આવ્યો હતો. જ્યાં આ મહાકાય અજગરે એક શ્વાનનો શિકાર કર્યો હતો. આ અજગર 12 ફૂટનો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે અજગરે શ્વાનનો શિકાર કર્યો હોવાની વાત ગામમાં ફેલાતા લોકો અજગરને જોવા ઉમટી પડ્યા હતા. જે બાદ ફોરેસ્ટ વિભાગે અજગરનું રેસ્ક્યુ કરી કબજો મેળવ્યો હતો.
ફોરેસ્ટ વિભાગે અજગરનું રેસ્ક્યું કર્યુ
જામકંડોરણાના હરિયાસણ ગામે મહાકાય 12 ફુટના અજગરે શ્વાનનો કર્યો શિકાર (etv bharat gujarat) જામકંડોરણાના હરિયાસણ ગામે ચડી આવેલ મહાકાય અજગર અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને થતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ફોરેસ્ટ વિભાગે ભારે જહેમત બાદ આ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી તેમનો કબજો મેળવ્યો હતો અને આ અજગરનો કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
- કારમાંથી નીકળ્યો કોબ્રા, વલસાડના વેલપરવા ગામે કારમાંથી કોબ્રાનું રેસ્ક્યું કરાયું
- અમદાવાદની દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજુરીઃ 'જન્મ આપતા સામાજિક, શારીરિક, માનસિક પીડા'