ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળકી પીંખાતા બચી ! હવસખોરની ચુંગાલમાંથી 10 વર્ષની બાળકીએ ખુદને બચાવી, નરાધમ જેલ હવાલે - girl survived before being raped

મહેસાણામાં એક 10 બાળકીની સતર્કતાએ તેને બચાવી લીધી હતી. આરોપીએ બદકામ કરવાના બાઇક પર બેસાડી લઇ જતો હતો. બાળકીએ બાઇક પરથી કૂદીને જીવ બચાવ્યો હતો.

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

મહેસાણામાં એક યુવકે બદકામ કરવાના ઇરાદે બાળકીનું અપહરણ કર્યુ પણ બાળકી બચી ગઇ
મહેસાણામાં એક યુવકે બદકામ કરવાના ઇરાદે બાળકીનું અપહરણ કર્યુ પણ બાળકી બચી ગઇ (Etv Bharat Gujarat)

મહેસાણા: ગુજરાત અને સમગ્ર દેશમાં બળાત્કાર અને હત્યાની ઘટનાઓ દિનપ્રતિદિન વધતી જાય છે. તેમાં પણ દિકરીઓની સુરક્ષા સામે મોટો ખતરો સાબિત થાય છે, ત્યારે એક 10 વર્ષની બાળકીની સતર્કતાએ તેની સાથે કોઈ મોટી ઘટના ઘટે એ પહેલા પોતાની આબરૂને બચાવી લીધી હતી. મળતી વિગતો મુજબ મહેસાણા શહેરમાં એક યુવકે 10 વર્ષની બાળકીનું બદઈરાાદે બાઇક પર અપહરણ કર્યાનો આરોપ છે. ત્યારે માત્ર 10 વર્ષની બાળકીએ સતર્કતા દાખવીને પોતાની જાતને બચાવી લીધી હતી.

યુવક પર બાળકીના અપહરણનો આરોપ:મળતી વિગતો મુજબ મહેસાણા નજીક એક ગામમાં એક યુવક 10 વર્ષની બાળકીને બદઇરાદે બાઇક પર લઇ જઇને તેનું અપહરણ કર્યા હોવાનો આરોપ છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ આરોપી યુવકે 10 વર્ષની બાળકીને લલચાવી ફોસલાવી હતી. બાળકીને આઇસક્રીમ ખવડાવવાની લાલચ આપી હતી. જેથી બાળકી તે યુવક સાથે બાઇક પર બેસી ગઇ હતી. જેમાં યુવકના મનમાં શું ચાલી રહ્યું છે જેની બાળકીને ખબર નહોતી પડી. આ યુવક બાળકીને બાઇક પર બેસાડીને ખોટા રસ્તે લઇ જતા બાળકીને કંઇક અજુગતું લાગ્યું હતું. બાળકીને આ રસ્તો તેના ઘરનો કે પરિચીત રસ્તો ન જણાતા યુવકને બાઇક વાળી લેવા કહ્યું હતું.

મહેસાણામાં એક યુવકે બદકામ કરવાના ઇરાદે બાળકીનું અપહરણ કર્યુ પણ બાળકી બચી ગઇ (Etv Bharat Gujarat)

બાળકીએ સતર્કતા વાપરી જીવ બચાવ્યો: યુવકે બાળકીની વાત ન સાંભળી અને બાઇક ભગાવ્યું.ત્યારે બાઇક પાછળ બેઠેલી બાળકીને પોતાની સાથે કંઇક ખોટું થાય એ વાતનો આભાસ થતા તે ચાલુ બાઇકે રસ્તા પર કૂદી ગઇ હતી. જેથી બાળકી ઇજાગ્રસ્ત થઇ હતી. પણ પાછળથી એક કારચાલકે ઇજાગ્રસ્ત બાળકીને જોતા તેની પાસે જઇને પૂછપરછ કરી હતી અને તેના ઘરે પહોંચાડી દીધી હતી. જેથી બાળકીનો જીવ બચી ગયો હતો.

પરિજનોની ફરિયાદ પર આરોપીની ધરપકડ: આ સમગ્ર મામલે બાળકીએ પરિવારજનોને જાણ કરતા બાળકીના પરિવારે બાળકીનું અપહરણ કરનારા આરોપી મુકેશ ઘાશીરામ કજોડમલ પ્રજાપતિ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ મહેસાણા પોલીસ અને LCB એ ગણતરીની કલાકોમાં જ આરોપી મુકેશ પ્રજાપતિને જેલ હવાલે કરી દીધો હતો.

બાળકોને ભણતર સાથે આ શીખવવું જોઇએ: જો બાળકોને પણ ભણતર સાથે એવું જ્ઞાન આપવામાં આવે કે, કોઈપણ અજાણી વ્યક્તિ બોલાવે તો એની સાથે વાત કરવી નહીં, કોઈપણ અજાણી વ્યક્તિ કંઈ પણ ખાવાનું આપે તો ખાવું નહીં, કોઈપણ અજાણી વ્યક્તિ ચોકલેટ કે બિસ્કીટની લાલચ આપે તો લાલચમાં આવવું નહીં. તો બાળકો સાથે બનતી આવી ઘટનાઓ અટકી શકે અને આવો બદઇરાદો રાખનારા નરાધમોના ઇરાદા પણ પાણી ફરી જાય.

મહેસાણા પોલીસે બાળકીની સરાહના કરી: માત્ર 10 વર્ષની બાળકીને એવો આભાસ થઈ ગયો હતો કે આ યુવક આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને એનું અપહરણ કરી તેની સાથે બદકામ ફિરાકમાં છે. જેથી બાળકીએ સતર્કતા દાખવીને રસ્તા પર કૂદી પડી હતી. જેથી તેને મોઢા પર ઇજા થઇ હતી. આ સાહસને કારણે બાળકી બચી ગઇ હતી. જેની મહેસાણા પોલીસે સરાહના કરી હતી અને વાલીઓને સલાહ આપી હતી કે બાળકોને આ બધી બાબતોથી સજાગ કરવા જોઇએ. જેથી તે આવા નરાધમોથી પોતાનો જીવ બચાવી શકે.

આ પણ વાંચો:

  1. આડા સંબંધની આશંકાનું ઘાતક પરિણામ ! 7 શખ્સો પર યુવકની હત્યાનો આરોપ - MURDER IN RAJKOT
  2. મિત્ર સાથે બેસેલી કિશોરી પર ગેંગરેપ કેસમાં વડોદરા પોલીસે કર્યું પીડિતાનું કાઉન્સેલિંગ, ચોંકાવનારી વાત સામે આવી - Vadodara Gang Rape case

ABOUT THE AUTHOR

...view details