સુરત : સલાબતપુરામાં યુટ્યુબર ઝુબેર જહાંગીરખાન પઠાણની કરપીણ હત્યા મામલે પોલીસે 7 સગીર સહિત 9 લોકોને ઝડપી પાડ્યા છે. આ હત્યામાં રેહાન અને 17 વર્ષનો સગીર મુખ્ય સૂત્રધાર છે. બન્ને સૂત્રધાર 7 સગીરોને યુટ્યુબરની હત્યા કરવા માટે સાથે લઈ ગયા હતા.
સુરતના યુ-ટ્યુબરની હત્યાનો ભેદ ઉકેલાયો (ETV Bharat Reporter) શું હતો મામલો ?આ અંગે મળતી માહિતી અનુસાર મૃતકના ઘરની સામે આરોપીઓ બાઈક પર બેસી રહેતા અને ત્યાં જ કાયમની બેઠક બનાવી હતી. મૃતક ઝુબેરને આવા તત્વો તેના ઘરની સામે બેસી રહેતા હોવાથી આ ગમતું ન હતું. જેથી મૃતકે 3 મહિના પહેલા આરોપીઓને જણાવ્યું કે અહીં બેસો નહીં. જે બાબતે બોલાચાલી પણ થઈ હતી. બાદમાં મૃતકે આ લોકો વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
યુ-ટ્યુબરની કરપીણ હત્યા :પરંતુ આરોપીઓ સગીર હોવાથી પોલીસે કાર્યવાહી ન કરી હોવાનું હાલ જાણવા મળ્યું છે. બાદમાં પણ ઘરની સામે બેસવા બાબતે મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલીનો સિલસિલો યથાવત રહ્યો હતો. ગત 29 જુલાઈની રાત્રી દરમિયાન મૃતક ઘરની નીચે ઉતરતા જ આરોપીઓ તેના પર તૂટી પડ્યા અને ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા હતા. ઉપરથી લોકો જાણે તમાશો જોતા હોય તેમ મૃતકને બચાવવા માટે પણ કોઈ આવ્યું ન હતું.
કુલ 9 આરોપી ઝડપાયા:આ બાબતે ACP ચિરાગ પટેલે જણાવ્યું કે, સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ આંજણા ATC માર્કેટ પાસે રહેતા ઝુબેર પોતાની જ એક યુટ્યુબ ચેનલ ચલાવતો હતો. ગત 29 જુલાઈના રાત્રી દરમિયાન તેઓની તેમની જ સોસાયટીમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં પોલીસે મોડી રાત સુધીમાં 7 સગીર સહિત 9 લોકોને ઝડપી પાડ્યા છે.
પોલીસ કાર્યવાહી : જેમાં મુખ્ય આરોપી રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ 18 વર્ષના છે. તેની સાથે ફૈઝાન ઉર્ફે તારોફા તારીખે શૈખની પણ ઉંમર 18 વર્ષની છે. તેઓની હાલ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના પહેલા મૃતક સાથે આરોપીની બોલાચાલી પણ થઈ હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી, નામદાર કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- સુરતમાં બિલ્ડરની ખુલ્લેઆમ હત્યા મામલે પોલીસે બે હત્યારાઓને દબોચ્યા
- કોલ સેન્ટરમાં ટ્રેઈની યુવક-યુવતીઓને ખબર જ ન હતી કે આ ગોરખધંધો છે