પોઇચા(વડોદરા):અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઇચા ફરવા માટે આવ્યા હતા. જ્યાં તેઓ પોઇચામાં નર્મદા નદીમાં એક પછી એક 8 લોકો નહાવા માટે પડ્યા હતા. જેમા તેમને ખ્યાલ ન રહ્યો કે, નદીમાં ઉંડાઇ વધારે છે. નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક કુલ 8 લોકો નર્મદા નદીમાં ડૂબવા લાગ્યા હતા અને તેઓ બચાવોની બૂમો પાડતા સ્થાનિક નાવિકો તે ડૂબી રહેલા લોકોને બચાવવા માટે પાણીમાં કુદી પડ્યા હતા. 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકોએ પાણીમાંથી ડૂબતા આબાદ બચાવી લીધો હતો.પણ હજુ 7 લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે જેમાં રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોચીને 7 લોકોની શોધખોળ હાથ ધરી છે.
પોઈચા પાસે મોટી કરૂણતા, નર્મદા નદીમાં ન્હાવા પડેલા 3 બાળકો સહિત 8 ડૂબ્યા, 1નો બચાવ - 8 people drowned in the river - 8 PEOPLE DROWNED IN THE RIVER
સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ડૂબતા પ્રવાસીઓની બચાવોની બૂમો સાંભળતા જ સ્થાનિક નાવિકો તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડયા હતા. જેમાં કુલ 8 પ્રવાસીઓમાં 3 નાનાં બાળકો હતાં. સ્થાનિકોએ 1 યુવાનને ડૂબતા બચાવ્યો હતો. હજુ 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ.8 people drowned in the river
Published : May 14, 2024, 5:40 PM IST
લાપતા પ્રવાસીઓની શોધખોળ કરાઇ: સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ડૂબતા પ્રવાસીઓની બચાવોની બૂમો સાંભળતા જ સ્થાનિક નાવિકો તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડયા હતા. જેમાં કુલ 8 પ્રવાસીઓમાં 3 નાનાં બાળકો હતાં. સ્થાનિકોએ 1 યુવાનને ડૂબતા બચાવ્યો હતો. હજુ 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ છે. રાજપીપળા ટાઉન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
ડૂબેલા પ્રવાસીઓની યાદી
- મેઘાબેન ભરતભાઈ બલદાણિયા
- આરનવ ભરતભાઈ બલદાણિયા (ઉં.વ.45)
- આર્ણવ ભરતભાઈ બલદાણિયા (ઉં.વ.12)
- મેત્રક્ષ ભરતભાઈ બલદાણિયા (ઉં.વ.15)
- વ્રજ હિંમતભાઈ બલદાણિયા (ઉં.વ.11)
- આર્યન રાજુભાઈ ઝીંઝાળા (ઉં.વ.7)
- ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉં.વ.15)
- ભાવેશ વલ્લભભાઇ હડિયા (ઉં.વ.15)