ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢવાસીઓએ લગાવી 5 કિમીની દોડ: સ્વસ્થ હૃદયના સંદેશા સાથે યોજાઈ જિલ્લાની ત્રીજી મેરેથોન

જૂનાગઢમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે દૈનિક જીવનમાં કસરત પણ એક મહત્વનો ભાગ ભજવે છે તેવા સંદેશા સાથે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વસ્થ હૃદયના સંદેશા સાથે યોજાઈ જિલ્લાની ત્રીજી મેરેથોન
સ્વસ્થ હૃદયના સંદેશા સાથે યોજાઈ જિલ્લાની ત્રીજી મેરેથોન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2024, 12:59 PM IST

જૂનાગઢ:જિલ્લાના ભવનાથમાં આયુષ હોસ્પિટલ, જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ખાનગી સંસ્થાઓના સહયોગથી આજે જૂનાગઢ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવનાથ મંદિરથી શરૂ થયેલી મેરેથોન દામોદર કુંડથી પરત ભવનાથ મંદિરે આમ કુલ 5 કિલોમીટરના અંતર સાથે પૂર્ણ કરવામાં આવી હતી. આ મેરેથોનમાં જૂનાગઢવાસીઓએ ખૂબ જ ઉમળકાભેર ભાગ લીધો હતો.

જૂનાગઢમાં યોજાઈ મેરેથોન:આજે જૂનાગઢમાં મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ હોસ્પિટલની સાથે જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ખાનગી સંસ્થાઓના સહયોગથી મેરેથોન યોજાઇ હતી. વહેલી સવારે 6 વાગે શરૂ થયેલી મેરેથોનમાં ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓએ ઉત્સાહ સાથે દોડ લગાવી હતી.

હૃદયને સ્વસ્થ રાખવા માટે દૈનિક જીવનમાં કસરત પણ એક મહત્વનો ભાગ ભજવે છે (Etv Bharat Gujarat)

ઉત્સાહભેર સ્પર્ધકો દોડ્યા: આ દોડ ભવનાથ મંદિરથી દામોદર કુંડ અને પરત ભવનાથ મંદિર સુધીના 5 કિલોમીટરના અંતરે પૂર્ણ થઈ હતી. મુખ્યત્વે સ્વસ્થ જીવનનું એક દ્રષ્ટાંત લોકોમાં પ્રસ્થાપિત થાય તે માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં તમને જણાવી દઈએ કે, આ દોડમાં પ્રથમ દ્વિતીય અને દ્વિતીય ક્રમે રહેલા સ્પર્ધકોને અનુક્રમે 10,000, 5000 અને 3000 જેવા ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.

જૂનાગઢના ભવનાથમાં યોજાઈ મેરેથોન (Etv Bharat Gujarat)

જૂનાગઢમાં ત્રીજી વખત મેરેથોનનું આયોજન: તમને જણાવી દઈએ કે, જૂનાગઢ અગાઉ બે મેરેથોન સ્પર્ધાનું સાક્ષી પણ બની ચૂક્યું છે. આજથી ચાર વર્ષ પૂર્વે જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત મેરેથોન સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. પ્રથમ મેરેથોનમાં સૌથી વધારે 21 કિલોમીટરનું અંતર નિર્ધારિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય પોલીસ દ્વારા પણ એક મેરેથોનનું આયોજન કરાયું હતું, જેમાં 11 કિલોમીટર જેટલું અંતર નિર્ધારિત કર્યું હતું.

જૂનાગઢના ભવનાથમાં યોજાઈ મેરેથોન (Etv Bharat Gujarat)

સ્વસ્થ હૃદયનો સંદેશો મોકતા મેરેથોનનું આયોજન: પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડામાં ડ્રગ્સના દુષણને અટકાવવા માટેના સંદેશા સાથે મેરેથોનનું આયોજન થયું હતું. જ્યારે આજે આયુષ હોસ્પિટલ દ્વારા હૃદયને સ્વસ્થ રાખવા માટે દૈનિક જીવનમાં કસરત પણ એક મહત્વનો ભાગ ભજવે છે તેવો લોકોમાં સંદેશો જાય તે માટે મેરેથોન સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓએ ભાગ લઈ વહેલી સવારે દૌટ મુકીને સ્વસ્થ હૃદયનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો.

આ પણ વાંચો:

  1. રતન ટાટાના મોક્ષાર્થે પિંડદાન કરીને દશવિધ શ્રાધ્ધ કરતા કર્મકાંડી બ્રાહ્મણ, બિહારના ગયા ખાતે પણ જશે
  2. દેશમાં પ્રથમવાર ગુજરાતમાં યોજાઇ અંશતઃ દ્રષ્ટિહીન ખેલાડીઓ માટે નેશનલ લેવલની ફૂટબોલ સ્પર્ધા, આટલા રાજ્યોએ લીધો ભાગ…

ABOUT THE AUTHOR

...view details