ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયેલા ISISના 4 આતંકીઓ 14 દિવસના રિમાન્ડ પર, જાણો શું હતો પ્લાન ? - 4 ISIS Terrorists - 4 ISIS TERRORISTS

સોમવારે અમદાવાદ એરપોર્ટ પરથી ISIS (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા)ના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસે આ 4 આતંકીઓ ઝડપી લેતા તેમના નાકામ ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. 4 ISIS Terrorists Ahmedabad Airport Gujarat ATS High alert status Sri Lankan origin

ISISના 4 આતંકીઓ 14 દિવસના રિમાન્ડ પર
ISISના 4 આતંકીઓ 14 દિવસના રિમાન્ડ પર (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 20, 2024, 3:51 PM IST

Updated : May 21, 2024, 12:37 PM IST

ISISના 4 આતંકીઓ 14 દિવસના રિમાન્ડ પર (Etv Bharat Gujarat)

અમદાવાદઃ સોમવારે અમદાવાદ એરપોર્ટ પરથી ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરિયા)ના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસે આ 4 આતંકીઓની ઝડપીને એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું છે. ધરપકડ કરાયેલા આ આતંકવાદીઓ શ્રીલંકાના નાગરિક છે જેઓને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યાં છે

હાઈ એલર્ટઃ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ આ આતંકવાદીઓ કયા ઉદ્દેશ્યથી પહોંચ્યા હતા. તેની સઘન તપાસ યુદ્ધના ધોરણે થઈ રહી છે. અમદાવાદમાં આ મામલે હાઈ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે. આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને ગુજરાત એટીએસ પૂછપરછ કરી રહી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ કનેક્શનની માહિતી મેળવામાં આવી રહી છે.

પકડાયેલ 4 આતંકીઓઃ ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારરસ અને મોહમ્મદ રસદીન કે જેઓ શ્રીલંકાના નાગરિકો છે. જેઓ પ્રધતબંધિત આતંકવાદી સંગઠન ‘ઈસ્લાધમક સ્ટેટ’ (IS)ના સક્રિય સભ્યો છે. આ લોકો ‘ઈસ્લાધમક સ્ટેટ’ (IS)ના નેજા હેઠળ ભારતમાં કોઈ સ્થળે આતંકવાદી કૃત્યને અંજામ આપવાનું કાવતરુ રચેલ છે અને આતંકવાદી કૃત્યને અંજામ આપવા સારુ તેઓ 18 કે 19 મેના રોજ હવાઈ અથવા ટ્રેન મારફતે અમદાવાદમાં આવવાના છે.

ભારતમાં આતંકવાદી હુમલાનું ષડયંત્રઃ ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલ આ આતંકીઓ ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવાના હતા. આ કામ માટે તેમણે રૂ. 4 લાખ રુપિયા શ્રીલંકન કરન્સીમાં અપાયા હતા. આ આતંકીઓ સ્યૂસાઈડર બોમ્બર બનવા પણ તૈયાર હતા. આ આતંકીઓ વિરુદ્ધ ગુજરાત એટીએસ દ્વારા UAPA, 1967ની કલમ 18 તથા 38, આર્મ એક્ટની કલમ 25(1-B)(A)(F) તેમજ આઈ.પી.સી.ની કલમ 120(B), 121(A) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

  1. Pathankot Attack Mastermind Killed: પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ આંતકવાદી શાહિદ લતીફ માર્યો ગયો
  2. Batla House Encounter: દિલ્હી હાઈકોર્ટે આતંકવાદી અરિઝ ખાનની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી
Last Updated : May 21, 2024, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details