શાળાના વિધાર્થીઓએ પોતાના વડીલોને ખુરશી પર બેસાડી તેઓની વંદના કરી હતી (Etv Bharat Gujarat) સુરત: હાલ સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે. રાજ્યનું ડાયમંડ હબ પણ આમાં બાકાત નથી. આ દરમિયાન સુરત સિટીમાં આવેલ સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને સનાતન સંસ્કૃતિની પરંપરાને આગળ ધપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ગણેશ ઉત્સવ નિમિત્તે અનોખી ઉજવણી (Etv Bharat Gujarat) વડીલોને ખુરશી પર બેસાડી તેઓની વંદના કરી:આ ઉજવણી દરમિયાન શાળામાં અભ્યાસ કરતા 1થી 12 ધોરણના 300 વિદ્યાર્થીઓને તેઓના ઘરના વડીલો સાથે શાળામાં બોલાવવામાં આવ્યા હતા. શાળાના વિધાર્થીઓએ પોતાના વડીલોને ખુરશી પર બેસાડી તેઓની વંદના કરી હતી અને તેઓના આશીર્વાદ લીધા હતા. શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ આયોજનને સૌ કોઈએ બિરદાવ્યું હતું.
ગણેશ ઉત્સવ નિમિત્તે અનોખી ઉજવણી (Etv Bharat Gujarat) આજના આધુનિક યુગમાં વૈદિક પદ્ધતિ:આ ઉજવણી મુદ્દે શાળાના શિક્ષક રોહિતભાઈએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં આજરોજ ગણપતિ બાપ્પાને 56 ભોગ ધરવામાં આવ્યા હતા અને વિસર્જન કરાયું હતુ. તેમજ આજના આધુનિક યુગમાં વૈદિક પદ્ધતિ અનુસાર વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ અનુસાર શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1થી 12 ના વિધાર્થીઓએ તેમના દાદા-દાદી, વડીલો સાથે શાળામાં હાજરી આપી હતી અને તેઓની વંદના કરવામાં આવી હતી.
આ પણ વાંચો:
- 'પવિત્ર ફરજ', અંબાજીમાં મહિલા પોલીસકર્મીનો મંદિરમાં સફાઈ કરતો વીડિયો વાયરલ, લોકોના જીત્યા દિલ - video of police cleaning temple
- અયોધ્યા રામ મંદિરની થીમ પર બન્યું ગણેશજીનું પંડાલ, વ્યારાનગરીમાં આકર્ષણનું કેન્દ્ર - Ayodhya Ram Temple themed pandal