ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના શહેરોને કનેક્ટ કરવા 20 નવીન હાઈટેક વોલ્વો બસ શરૂ: ગણેશ મહોત્સવમાં પથ્થરમારા અંગે બોલ્યા હર્ષ સંઘવી - New ST bus For Gujarat

રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે 20 નવીન હાઈટેક વોલ્વો બસીસને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જાણો ખાસ કયા રૂટ પર દોડશે. સાથે જ તેમણે ગણેશ મહોત્સવમાં પથ્થરમારા અંગે પણ નિવેદન કર્યું હતું.- new buses enters in GSRTC

હર્ષ સંઘવી
હર્ષ સંઘવી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 10:01 PM IST

Updated : Sep 13, 2024, 9:29 AM IST

ગણેશ મહોત્સવમાં પથ્થરમારા અંગે બોલ્યા હર્ષ સંઘવી (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃરાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે 20 નવીન હાઈટેક વોલ્વો બસોને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અધતન ટેક્નોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરિકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગરથી સુરત માટે આઠ બસો, અમદાવાદ નેહરુનગરથી વડોદરા ખાતે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે.

20 નવીન હાઈટેક વોલ્વો બસ શરૂ (Etv Bharat Gujarat)

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન અને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને ૨૫૦ લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરિકો સુરક્ષિત બહાર આવી શકશે.

20 નવીન હાઈટેક વોલ્વો બસ શરૂ (Etv Bharat Gujarat)

આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.

વિવિધ સુવિધાઓથી સજ્જઃ આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેમાં 47 સીટીંગ કેપેસીટી, 2X2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, સી.સી.ટી.વી કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઇ.ડી. ટી.વી, એકઝોસ્ટ ફેન સાથેના હેચ, ઇમર્જન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

ગણેશ મહોત્સવમાં પથ્થરમારા અંગે શું બોલ્યા સંઘવી? દરમિયાન હર્ષ સંઘવીએ ગણેશ મહોત્સવ દરમિયાન સુરતમાં થયેલા પથ્થરમારા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ માટે પથ્થર મારનારાઓ અંગે નિવેદન થાય છે પણ જેમને પથ્થર વાગ્યા તેમનું કશું નહીં? અમારા માટે દરેક નાગરિક એક સમાન છે. આ અંગેની નિવેદનબાજીઓને જોતા કોંગ્રેસની માનસિકતા છત્તી થાય છે. હાલમાં તો ગુજરાતમાં કોઈ ચૂંટણી નથી.

  1. રાજકોટમાં વરસાદ બાદ ખેતરોના દસ દિવસમાં સર્વે કરવા ખેડૂતોની માંગ - Farmers after heavy rain in Rajkot
  2. રાજકોટમાં કોગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર પર નિબંધની સ્પર્ધા મામલે રાજકારણ ગરમાયું, શું કહ્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને, જાણો - Essay competition on corruption
Last Updated : Sep 13, 2024, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details