સુરત:જિલ્લાથી UP, બિહાર જવા માટે વધુ 20 ટ્રેન વધારવામાં આવી છે. દિવાળીના તહેવારની શરુઆત થતાની સાથે જ UP, બિહાર જતી ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ભીડને કારણે મુસાફરોની હાલત કફોડી બનતી હોય છે. કેટલીક વખત તો ગભરામણ થવાના કિસ્સા પણ બહાર આવતા હોય છે.
આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રેલવે તંત્રે ટ્રેનમાં બેસવા માટે લાઇન લગાડવાની સ્થળ પર મેડીકલની ટીમ હાજર રાખવાની મુસાફરોને તડકો નહીં લાગે તે માટે મંડપ બનાવવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરતથી UP બિહાર જવા માટે વધુ 20 ટ્રેન વધારવામાં આવી (ETV BHARAT GUJARAT) UP, બિહાર જવા 20 ટ્રેનો વધારવામાં આવી: સુરતથી UP, બિહાર જવા માટે વધુ 20 ટ્રેન વધારવામાં આવી છે. ત્યારે આ બાબતે સુરત રેલવે સ્ટેશન DRUCC મેમ્બર બરોડા ડિવિઝનના અધિકારી શનિલ પટેલે જણાવ્યું કે, પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી તેમજ છઠ્ઠ પૂજા માટે માદરે વતન જતાં લોકો માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને સુરતથી ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન તરફ દોઢથી 2 લાખ લોકો વતને જતાં હોય છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા 106 ફેસ્ટિવલ ટ્રેનના 2315 જેટલા ફેરા દોડાવશે. જે લોકો માટે રાહતરૂપ થશે.
સુરતથી UP બિહાર જવા માટે વધુ 20 ટ્રેન વધારવામાં આવી (ETV BHARAT GUJARAT) સુરતથી UP બિહાર જવા માટે વધુ 20 ટ્રેન વધારવામાં આવી (ETV BHARAT GUJARAT) રિઝર્વ ટ્રેનોની સાથે અનરિઝર્વ ટ્રેનો દોડશે: ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ રિઝર્વ ટ્રેનોની સાથે અનરિઝર્વ ટ્રેનો પણ દોડાવશે. તેમજ મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે રેલવે તંત્ર તેમજ રેલવે પોલીસને સૂચના પણ કરી દેવામાં આવી છે. પરંતુ ફરીથી દિવાળી, નવા વર્ષ અને ત્યાર પછી છઠપુજાના તહેવાર દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા UP, બિહારના વતનીઓ મોટી સંખ્યામાં લોકો વતન જઈ રહ્યા છે. તે દરમિયાન ટ્રેનમાં મુસાફરોની સંખ્યા પણ વધુ ને વધુ વધતી જઈ રહી છે.
આ પણ વાંચો:
- દિવાળીની ભેટ સ્વરૂપે ST બસ નિગમ દ્વારા 200 થી વધારે બસની સુવિધા
- અમદાવાદથી પસાર થતી ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર