ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં ટ્યુશન જઈ રહેલી 19 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મૃત્યુ, પોલીસે તપાસ શરુ કરી - SUSPICIOUS DEATH OF GIRL

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

વલસાડ જિલ્લાના પારડીમાં એક 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોત
વલસાડ જિલ્લાના પારડીમાં એક 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોત (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 3:26 PM IST

વલસાડ:જિલ્લાના પારડી તાલુકામાં એક 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પારડી ખાતે રહેતી આ યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને પોતાના ટ્યુશન માટે રોજ સરદાર ભીલાડવાળા બેન્ક નજીક ઉદવાડા ખાતે જતી હતી. આ ઘટના બની ત્યારે તે ટ્યુશનથી પરત ફરી રહી હતી અને પરિચિત યુવક સાથે ફોન પર સંપર્કમાં હતી.

ફોન ઉપર વાતો યુવતી પરત ફરતી હતી:યુવતી ટ્યુશન પરથી પરત આવતી વખતે યુવક સાથે ફોન પર વાતો કરી રહી હતી. વાતચીત દરમિયાન, એક ક્ષણે કોઈ પ્રકારનો ઝગડો થતો હોય તેવો અવાજ સાંભળવામાં આવ્યો. આ અવાજના થોડા જ પળોમાં યુવતીનો અવાજ સાંભળવામાં બંધ થઈ ગયો અને તેની સાથે જ ફોન પણ બંધ થઈ ગયો હતો, જેના કારણે પરિચિત યુવકને કંઇક અઘટિત બન્યાની શંકા ઉપજી હતી. તેણે તરત જ આ મુદ્દો પોતાના મિત્ર વર્તુળમાં જણાવી દીધો હતો જેમના દ્વારા યુવતીની બહેનને જાણ કરાઇ હતી.

વલસાડ જિલ્લાના પારડીમાં એક 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોત (Etv Bharat gujarat)

મિત્રો અને યુવતીની બહેન દ્વારા શોધખોળ શરૂ: ઘટના અંગે જાણ થતા જ યુવતીની બહેન અને તેના મિત્રોએ તરત જ યુવતીને શોધવા માટે અનેક સ્થળો પર શોધખોળ શરૂ કરી હતી. કોઈ માહિતી નહીં મળતાં આખરે મોતીવાડા હાટ બજારના નજીકમાં બેહોશ હાલતમાં યુવતી મળી આવી હતી. તેઓ તરત જ તેને પારડી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.

વલસાડ જિલ્લાના પારડીમાં એક 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોત (Etv Bharat gujarat)

યુવતીના મોતને લઇ અનેક પ્રશ્નો સર્જયા: યુવતીના આ શંકાસ્પદ મોત પર અનેક સવાલો ઉભા થયા છે. યુવતીના મોતની વાત જાણવા મળતાં જ સ્થાનિક પોલીસ, વલસાડ LCB, અને SOGની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેઓએ સ્થળની તપાસ શરૂ કરી અને અલગ અલગ બિંદુઓ પર તપાસ ચાલુ રાખી હતી.

વલસાડ જિલ્લાના પારડીમાં એક 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોત (Etv Bharat gujarat)

આખરે માર્ગમાં યુવતી સાથે શું બન્યું તે રહસ્ય: જોકે, આ ઘટનાનો મુખ્ય મુદ્દો એવો છે કે, શું યુવતીનો રસ્તામાં કોઈ સાથે ઝઘડો થયો હતો? શું કોઈ અજાણ્યો વ્યક્તિ તેના પાછળ લાગેલો હતો, કે પછી કોઈ વ્યકિતએ તેને રસ્તામાં રોકીને તેના સાથે ઝઘડો કર્યો હતો? તે આ રીતે અચાનક બેહોશ કેવી રીતે થઈ ગઈ? મોતીવાડા સુધી આ યુવતી કઈ રીતે પહોંચી? આવા અનેક સવાલો ઉભા થયા છે.

પોલીસ અલગ અલગ પાસાઓ ઉપર તપાસ શરૂ કરી: પોલીસે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને અલગ અલગ દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરી છે. તે લોકો જે યુવતીને ઓળખતા હતા અથવા તેનાથી પરિચિત હતા તેવા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સિવાય, યુવતીના ફોન રેકોર્ડ્સ, મેસેજ્સ અને તેની મોબાઈલની લોકેશન ટ્રેક કરી તેના મક્કમ કારણો શોધવાનો પ્રયાસ કર્યો છે.

મૃતકની બોડીને ફોરેન્સિક PM માટે મોકલાશે:આ કેસમાં ફોરેન્સિક તપાસ મહત્વપૂર્ણ પુરાવા આપશે. તેનાં DNA સેમ્પલ, બ્લડ સ્પોટ, અને અન્ય પદાચાર પદાર્થોને અનુસરતી રિપોર્ટ્સથી નોંધપાત્ર માહિતી મળી શકે છે. જોકે, હજુ સુધી કોઈ સ્પષ્ટ સબૂતો હાથમાં આવ્યા નથી, તેથી પોલીસ કોઈ પ્રકારની શક્યતાને નકારી શકતી નથી.

યુવતીનો મોબાઈલ પોલીસ માટે મહત્વની કડી: મૃતક યુવતીની મોતીવાડા હાટ બજાર નજીકથી બેભાન અવસ્થામાં મળી આવ્યા બાદ તેને પારડીની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં તેને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનામાં યુવતીનો મોબાઈલ ફોન. પોલીસ માટે મહત્વની કડી સાબિત થઈ શકે એમ છે, પરંતુ જ્યાં યુવતી બેભાન અવસ્થામાં મળી આવી હતી. ત્યાંથી કોઈ ફોન મળ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે પોલીસ કંઈ દિશામાં તપાસ હાથ ધરી છે. તે તરફ સૌની નજર છે. હાલ તો સમગ્ર કિસ્સામાં ફોરેન્સિક રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ટ્રેકિંગ, અને લોકોના નિવેદનોની તપાસ પછી જ આ કેસમાં આગળ શું પગલાં લેવાશે તે જાણી શકાશે.

આ પણ વાંચો:

  1. સુરતમાં યુવતીનો આપઘાત, દૂરના કૌટુંબિક ભાઈએ પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો પરિવારનો આરોપ
  2. 'મારી પત્ની અને બાળકોને મારી નાખ્યા' સુરતમાં અસ્થિર મગજના યુવકે હાથમાં ચાકુ લઈ મચાવ્યો હંગામો

ABOUT THE AUTHOR

...view details