રાજકોટ:શહેરના રૈયા ગામમાં રહેતાં યુવાન સાથે તેના જ એક મિત્ર અને મિત્રના ભાઇ સહિત ત્રણ શખ્સોએ છેતરપીંડી કરી છે. આ યુવાન પાસેથી કાર ભાડેથી મેળવી મહિને 32 હજાર આપશે તેવી લાલચ દઇ શરૂઆતમાં આ રકમ નિયમિત રીતે ચૂકવી વિશ્વાસ કેળવ્યાર બાદ યુવાનને તેના મિત્રો પરિચિતોની કાર પણ હોય તો ભાડેથી અપાવવાની વાત કરતાં આ યુવાને પોતાના અને મિત્ર હસ્ત ક 1 કરોડથી વધુની કીમતની 12 ગાડીઓ અને 1 બુલેટ ભાડેથી આપતાં ત્રણ શખ્સોએ બધી કાર અને એક બુલેટ બારોબાર ગીરવે મૂકી દઇ કે વેંચી કારસ્તા્ન આચરતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની ઝડપવા કવાયત હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ, યુનિવર્સિટી રૈયા ગામ રેહતો જાવીદશા ઇસ્માચઇલશા શાહમદાર નામના યુવાને ફરિયાદ નોધાવી છે કે જામનગર રોડ નાગેશ્વર સોસાયટી સિધ્ધાવર્થ ગોલ્ડપ એપાર્ટમેન્ટાના ત્રીજા માળે 302-બીમાં રહેતાં શ્લોાક મોનભાઇલ શુકલા, તેના ભાઇ હર્ષિલ મોનલભાઇ શુક્લાગ અને અમિત મધુકરભાઇ ત્રિવેદી સાથે મળી ને જાવીદશા સહિતના અલગ-અલગ 13 લોકોની જુદી-જુદી 13 કાર ભાડેથી મેળવી બાદમાં બારોબાર ગીરવે મૂકી દઇ રૂ.1,09,50,000ની ચીટીંગ કર્યાનો ગુનો નોંધ્યો છે.
ફરીયાદી જાવીદશા શાહમદારે જણાવ્યા મુજબ, એકાદ વર્ષ પહેલા રૈયા રોડ ચાની હોટેલ ખાતે બેસવા જતો હતો ત્યાુરે શ્લોક શુક્લા. ઓળખાણ સાથે થતા બંને સાથે મળી સિરામીક વ્યવસાય કરતાં હતાં. ત્યા રબાદ શ્લોેકે પોતાના કનૈયા કેબ નામની ટૂર્સ એન્ડહ ટ્રાવેલ્સ ની એજન્સીા ચાલુ કરી હતી. તેની પાસે અર્ટીગા કાર હતી તે ભાડામાં ચલાવતો હતો. એ પછી તેણે ફરીયાદીને વાત કરી હતી કે, તમે ગાડી છોડાવો અને હું તમને મહિને 32 હજાર આપીશ. આથી મને વિશ્વાસ બેસતાં બે કાર તેને આપી હતી. આ બંને કાર તેણે પાંચ મહિના ભાડેથી ચલાવી હતી. એ પછી મેં પાછી લઇ લીધી હતી. ત્યાવરબાદ શ્લોકે કહેલું કે, તમારા કોઇ સગા-સંબંધી મિત્રો પાસે જો ગાડીઓ હોય તો તેમને વાત કરો હું તેમને મહિને 32 હજાર રૂપિયા આપીશ, ડ્રાઇવર અને ડીઝલનો ખર્ચ પણ હું ભોગવીશ. શ્લોકે મારી બે ગાડી 5 મહિના રાખીને પાછી આપી હોઇ વિશ્વાસ આવે એવુ કામ કર્યુ હોઇ. જેથી મેં સગા પરીચીતોને જાણ કરી મારા હસ્તહક 13 ગાડીઓ ભાડા કરારથી શ્લોકને સોંપી હતી. આ તમામ ગાડીઓની કિંમત 1,09,50,000 થાય છે.
જાવીદશાએ વધુમાં જણાવ્યું હતું કે, 13 ગાડીઓમાં 7 ગાડીઓ મારા હસ્ક ત હતી અને બાકીની મારા મિત્ર મનિષ પંડયા હસ્ત કની હતી. જ્યા રે સરફરાઝ સુમરાએ પોતે જ ડાયરેક્ટડ શ્લોકકને ગાડી આપી હતી. આ બધાને શ્લો કે છેલ્લા બે મહિનાથી ભાડુ ચુકવવાનું બંધ કરી દીધુ હતું. આથી અમે બધા સાથે મળી તેની પાસે અમારી ગાડીઓ પાછી લેવા જતાં તેણે કહેલું કે મારે પૈસાની ખુબ જરૂર હોવાથી મેં તમારા બધાની ગાડીઓ અલગ અલગ જગ્યાપએ ગીરવે મુકી દીધી છે અને અમુક વેંચી દીધી છે. જેથી ફરિયાદ નોંધાવવી પડી હતી. પોલીસે ગુનો નોધી આરોપીને ઝડપવા માટે કવાયત હાથ ધરી છે.
- કુવૈતની જેલમાં બંધ સાબરકાંઠાના બે યુવકો જેમ તેમ કરીને વતન ફર્યા, જણાવી આપવીતી - Passport fraud in Kuwait