હૈદરાબાદ: પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ નવા વર્ષના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન દેશથી લઈને સંગીત સુધીના અનેક વિષયો પર ચર્ચા થઈ હતી. બેઠક પર ખુશી વ્યક્ત કરતા તેમણે તેને વડાપ્રધાન સાથેની 'ખૂબ જ યાદગાર મુલાકાત' ગણાવી. બંને દિગ્ગજ નેતાઓએ દેશવાસીઓ સાથે તેમની ખાસ મુલાકાતની ઝલક શેર કરી છે.
પીએમ મોદી-દિલજીતની 'યાદગાર વાતચીત': પીએમ મોદી અને દિલજીત દોસાંઝે આ ખાસ મુલાકાતનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે અને તેને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, 'ખૂબ જ યાદગાર વાતચીત'. વીડિયોમાં, દિલજીત હાથમાં ફૂલોનો મોટો ગુલદસ્તો લઈને પીએમ મોદીની કેબિનમાં પહોંચે છે અને તેમને સલામ કરે છે. પીએમ મોદીને પુષ્પગુચ્છ અર્પણ કરતી વખતે તેઓ કેમેરા સામે પોઝ આપે છે.
'હિંદુસ્તાન કા એક લડકા જબ...': વાતચીત દરમિયાન પીએમ મોદીએ દિલજીતને કહ્યું, હિંદુસ્તાન કા એક લડકા જબ દુનિયા મેં, નામ રોશન કરતા હૈ તો અચ્છા લગતા હૈ'. તમારા પરિવારે તમારું નામ દિલજીત રાખ્યું છે, જેથી તમે લોકોના દિલ જીતતા રહો. દિલજીતે પીએમની પ્રશંસા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો.
દિલજીત કહે છે, 'અમે વાંચતા હતા કે 'મેરા ભારત મહાન'. જ્યારે મેં આખા ભારતનો પ્રવાસ કર્યો ત્યારે મને ખબર પડી કે લોકો શા માટે કહે છે કે, 'મેરા ભારત મહાન'. આ દરમિયાન દિલજીત અને પીએમ મોદી ભારત, યોગ સહિત ઘણા વિષયો પર ચર્ચા કરતા જોવા મળે છે. વીડિયોના અંતમાં દિલજીત ભક્તિ ગીત ગાતો જોઈ શકાય છે. દિલજીતે ગીત ગાવાનું શરૂ કરતાની સાથે જ પીએમ મોદી નજીકમાં રાખેલા ટેબલ પર હાથથી બીટ આપવાનું શરુ કરે છે. બંનેના આ સહયોગે ચાહકોનું દિલ જીતી લીધું છે.
2025ની શાનદાર શરૂઆત- દિલજીત
દિલજીસે X પર પીએમ સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેના પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. તસવીરો શેર કરતા દિલજીતે લખ્યું, '2025ની શાનદાર શરૂઆત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે. ખૂબ જ યાદગાર મુલાકાત. અમે સંગીત સહિત ઘણી બાબતો વિશે વાત કરી.
A great interaction with Diljit Dosanjh!
— Narendra Modi (@narendramodi) January 1, 2025
He’s truly multifaceted, blending talent and tradition. We connected over music, culture and more… @diljitdosanjh https://t.co/X768l08CY1
દિલજીતના આ ટ્વીટને રીટ્વીટ કરતા પીએમ મોદીએ લખ્યું, 'દિલજીત દોસાંઝ સાથે શાનદાર વાતચીત. તે ખરેખર બહુમુખી પ્રતિભા છે, તેની પાસે પ્રતિભા અને પરંપરાને જોડવાની ક્ષમતા છે. અમે સંગીત, સંસ્કૃતિ અને ઘણા બધા દ્વારા જોડાયા.
આ પણ વાંચો: