ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jun 18, 2024, 7:58 PM IST

ETV Bharat / state

ઓલપાડના ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ - International Yoga Day 2024

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ હતી. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે આયોજીત કાર્યક્રમમાં 70થી વધુ લોકો જોડાયા હતા.

સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ
સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ (ETV Bharat Reporter)

સુરત :નહેરુ યુવા કેન્દ્ર, સુરત અને ઓલપાડ તાલુકા તંત્રના સંયુક્ત ઉપક્રમે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકાના સરસ ગામ સ્થિત ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70થી વધુ લોકો જોડાયા હતા. યોગ તાલીમના કોચ રાજીવભાઈએ લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ સ્વસ્થ અને નીરોગી જીવન માટે લોકોને રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, તલાટી, આશા વર્કર, આંગણવાડીની બહેનો, હેલ્થ વર્કર, સફાઈ કર્મચારી, પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવક/યુવક મંડળ અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  1. રાજકોટમાં ચેરપર્સન શીશપાલજીની અધ્યક્ષતામાં યોગશિબિર યોજાઇ - Yoga Camp In Rajkot
  2. ગાંધીનગર જિલ્લાના 2.60 લાખ નાગરિકો સાથે 1462 સ્થળે કરાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

ABOUT THE AUTHOR

...view details