ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લાના ઠાસરામાં પડી વીજળી, 1 બાળકનું મોત, 2 લોકો ઇજાગ્રસ્ત - 1 child died due to lightning - 1 CHILD DIED DUE TO LIGHTNING

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના દીપકપુરા ગામે વીજળી પડવાથી 1 બાળકનું મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 1 child died due to lightning

ઠાસરા તાલુકામાં વીજળી પડતા 1 બાળકનું મોત અને 2 ઇજાગ્રસ્ત થયા
ઠાસરા તાલુકામાં વીજળી પડતા 1 બાળકનું મોત અને 2 ઇજાગ્રસ્ત થયા (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 6:30 PM IST

ઠાસરા તાલુકામાં વીજળી પડતા 1 બાળકનું મોત અને 2 ઇજાગ્રસ્ત થયા (Etv Bharat gujarat)

ખેડા:જિલ્લાનાઠાસરા તાલુકાના દીપકપુરા ગામે વીજળી પડવાથી 1 બાળકનું મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓ ગામના સીમ વિસ્તારમાં ખેતરમાં ડાંગરના દરૂનું કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન વીજળી પડવાની ઘટના બનવા પામી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે આજે સવારથી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે.જે દરમિયાન વીજળી પડવાની ઘટના બની હતી.

એક બાળકનું ઘટના સ્થળે મોત:ઠાસરાના દીપકપુરા ગામના સીમ વિસ્તારમાં આવેલ ખેતરમાં દરૂનું કામ કરી રહ્યા હતા. જે દરમ્યાન અચાનક વીજળી પડવાની ઘટના બની હતી. વીજળી પડતાં ખેતરમાં કામ કરતા દિપકપુરાના 13 વર્ષીય બાળક અજય રાઠોડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે તેની સાથે કામ કરી રહેલા અન્ય 2 વ્યક્તિ મહેન્દ્ર રાઠોડ તેમજ અરવિંદ રાઠોડ વીજળી પડવાથી ઈજાગ્રસ્ત થયા હતા.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા:ઘટનાની જાણ થતા ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે ઠાસરા સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે. બંનેની હાલત સ્થિર છે. જ્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. ઘટનાને લઈ ખેડૂત પરિવારમાં તેમજ ગામમાં શોકનો માહોલ ફેલાવા પામ્યો છે.

જીલ્લામાં સવારથી વરસાદી માહોલ:સવારથી જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. વિવિધ વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા થયા હતા. જેમાં કેટલાક વિસ્તારોમાં પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. જે દરમ્યાન ઠાસરા તાલુકામાં વીજળી પડવાની ઘટના બનવા પામી હતી જેમા 13 વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે 2 લોકો ઘાયલ થયા છે.

  1. ટીપરવાન ચલાવતા તરુણનો વિડીયો વાયરલ થતા રાજકોટ કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠ્યા, કમિશનરે આપ્યા તપાસના આદેશ - Rajkot News
  2. રાજકોટમાં રવિવારી બજાર માટે કોંગ્રેસે રેલી કાઢી, મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન આપ્યું - Congress held a rally

ABOUT THE AUTHOR

...view details