હૈદરાબાદ: વર્ષ 2024માં વર્લ્ડ ટેનિસ ખેલાડી જેનિક સિનરને એક ટુર્નામેન્ટ દરમિયાન WADA ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો, પરંતુ ઇન્ટરનેશનલ ટેનિસ ઇન્ટિગ્રિટી એજન્સીએ સિનર પર પ્રતિબંધ મૂક્યો ન હતો. આ સામે WADAએ CASને અપીલ કરી હતી.
ગયા વર્ષે માર્ચમાં સિનરના શરીરમાં પ્રતિબંધિત એનાબોલિક સ્ટીરોઈડ ક્લોસ્ટેબોલના નિશાન મળી આવ્યા હતા. સિનારે પછી કહ્યું, 'ટ્રેનર પાસેથી મસાજ કરાવતી વખતે આ તત્વો તેના શરીરમાં પ્રવેશ્યા કારણ કે તેણે આંગળીમાં વાગ્યા પછી આ પદાર્થનો ઉપયોગ કર્યો હતો.'
વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી જેનિક સિનરે 3 મહિનાનો પ્રતિબંધ સ્વીકારી લીધો છે. WADAએ શનિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે 'સિનરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેથી તેના પર 3 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.'
23 વર્ષીય સિનર વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA)ના બંને પરીક્ષણોમાં નિષ્ફળ ગયો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં, WADAએ સિનર વિરુદ્ધ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ દાખલ કરી હતી, જેની સુનાવણી એપ્રિલ 2025 માં થવાની હતી.
સુનાવણી પહેલા WADA અને સિનર વચ્ચે 3 મહિનાના પ્રતિબંધ માટે કરાર થયો હતો. આ પ્રતિબંધ 9 ફેબ્રુઆરીથી અમલમાં આવશે, જે 4 મે, 2025 સુધી રહેશે. ઇટાલિયન સ્ટાર 25 મેથી શરૂ થનારી ફ્રેન્ચ ઓપનમાં રમતા જોવા મળશે.