કટક (ઓડિશા): ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી વનડે 9 ફેબ્રુઆરીએ ઓડિશમાં રમાશે, જેમાં આઆ વખતે ટીમ ઇન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ રમતી જોવા મળશે. આ શ્રેણી ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની તૈયારી માટે એક શ્રેષ્ઠ તક છે. નાગપુર ખાતે રમાયેલી પહેલી વનડેમાં ભારતે 4 વિકેટથી વિજય નોંધાવીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયા બીજી વનડે માટે કટક પહોંચી:
ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની બીજી મેચ રવિવાર એટલે કે, 9 ફેબ્રુઆરીએ કટકમાં રમાશે. આ મેચ માટે સ્ટાર ખેલાડીઓથી ભરેલી ટીમ ઈન્ડિયા શુક્રવારે મોડી રાત્રે કટક પહોંચી હતી. આ મેચ બપોરે 1.30 વાગ્યે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે.
કટકની હોટેલ પહોંચતા ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ સહિત અન્ય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન, ઓડિશાના પરંપરાગત નૃત્ય સંભલપુરી સાથે, ભારતીય ખેલાડીઓ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. આ ભવ્ય સ્વાગત જોઈને ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા.
બીજી વનડેમાં કેવું હશે ભારતનું પ્લેઇંગ-11?
સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી, જે જમણા પગમાં સોજાને કારણે પહેલી વનડેમાં રમી શક્યો ન હતો, તે બીજી મેચમાં રમે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં પ્લેઇંગ-11 માંથી કોને બહાર કરવામાં આવશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. પ્લેઇંગ-11ની પસંદગી કોચ અને કેપ્ટન માટે સૌથી મોટો માથાનો દુખાવો બનવાનો છે.
શું કેએલ રાહુલને વિકેટકીપર તરીકે બહાર કરીને શું રિષભ પંત પ્લેઇંગ-11માં પાછો ફરશે? વિરાટ કોહલીને પરત લાવીને, શું પહેલી વનડેમાં અડધી સદી ફટકારનાર શ્રેયસ ઐયરને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે? આ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે.
ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતની ટીમ: રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા.
આ પણ વાંચો:
- 'જીતો બાઝી ખેલ કે'... પ્રખ્યાત સિંગર આતિફ અસલમના અવાજમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સત્તાવાર ગીત રીલીઝ
- 6 વર્ષ બાદ ભારતીય ટીમ આ મેદાનમાં ઉતરશે, જાણો શું કહે છે રેકોર્ડ?