નવી દિલ્હી: વાસ્તવમાં, રોહિત શર્મા એવો કેપ્ટન બની ગયો છે જેણે ભારતને T20 ક્રિકેટમાં સૌથી વધુ જીત અપાવી છે. રોહિતની કપ્તાનીમાં ભારતે બુધવારે તેની 42મી T20 જીત હાંસલ કરી હતી. આ પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના નામે હતો, જેણે 41 ટી20 મેચમાં ભારતને જીત અપાવી છે. આ સાથે ભારતીય કેપ્ટને ક્રિકેટના તમામ ફોર્મેટમાં 300 જીત પણ હાંસલ કરી છે. જોકે, તે આ મામલે એમએસ ધોનીને પાછળ છોડી શક્યો નથી.
આ સિવાય ભારતીય કેપ્ટને આ મેચમાં બીજી ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે અને આ રેકોર્ડની નજીક અન્ય કોઈ ખેલાડી નથી. આ સિવાય રોહિતે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1000 રન પણ પૂરા કર્યા છે, આ મેચ પહેલા તે આ રેકોર્ડથી 37 રન દૂર હતો. રોહિત T20 વર્લ્ડ કપમાં 1000 રન બનાવનાર બીજો ભારતીય અને ત્રીજો આંતરરાષ્ટ્રીય ખેલાડી બની ગયો છે.