ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, આ સ્ટાર ઓલરાઉન્ડર કરશે કપ્તાની - T20 World Cup 2024 Australia - T20 WORLD CUP 2024 AUSTRALIA

ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. IPLમાં દિલ્હી માટે ઘણી ઇનિંગ્સ રમનાર જેક ફ્રેઝરને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.T20 World Cup 2024

Etv BharatT20 World Cup 2024
Etv BharatT20 World Cup 2024

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 1:38 PM IST

નવી દિલ્હી:ODI વર્લ્ડ કપ 2024ની વિજેતા ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ માટે તેની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાએ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે મિશેલ માર્શને પોતાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. જોકે ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથને ટીમમાં સ્થાન મળ્યું નથી. છેલ્લા એક દાયકામાં આ પ્રથમ વખત છે જ્યારે સ્ટીવ સ્મિથને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હોય. IPLમાં દિલ્હી માટેઘણી ઇનિંગ્સ રમનાર જેક ફ્રેઝરને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.

એશ્ટન અગરની ટીમમાં વાપસી: લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાંથી બહાર રહ્યા બાદ એશ્ટન અગરની ટીમમાં વાપસી થઈ છે. આ સિવાય ટિમ ડેવિડ, કેમરોન ગ્રીન, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, નાથન એલિસ અને ટ્રેવિસ હેડને બેટિંગમાં સ્થાન મળ્યું છે. ટિમ ડેવિડ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે, આ સિવાય ડેવિડ વોર્નર દિલ્હી તરફથી રમી રહ્યો છે, જો કે, તે છેલ્લી કેટલીક મેચોથી પ્લેઈંગ-11નો ભાગ નથી.

મેથ્યુ વેડ અને જોશ ઈંગ્લિશને મળ્યું સ્થાન:ટ્રેવિસ હેડે હૈદરાબાદ માટે 200 થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે, જેમાં એક સદી પણ સામેલ છે. તેના પ્રદર્શનના કારણે જ હૈદરાબાદ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ વેડ અને જોશ ઈંગ્લિશને વિકેટકીપર બેટ્સમેન તરીકે સ્થાન આપ્યું છે.

ઓલરાઉન્ડરની ભરમાર:ગ્લેન મેક્સવેલ કેટલીક મેચો માટે બહાર રહ્યા બાદ બેંગલુરુ ટીમમાં પરત ફર્યો છે. જો કે, આ સિઝનમાં તેણે અત્યાર સુધી જરાય સારું પ્રદર્શન કર્યું નથી. આ સિવાય ઓલરાઉન્ડર તરીકે માર્કસ સ્ટોઈનિસ, પેટ કમિન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેક્સવેલ પણ ઓલરાઉન્ડરની ભૂમિકામાં જોવા મળશે. કેપ્ટન મિશેલ માર્શ બેટ્સમેન હોવાની સાથે શાનદાર બોલર છે, તેથી તે ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવતો જોવા મળશે. IPLમાં લખનઉ તરફથી રમતા સ્ટોઇનિસે એક સદીની સાથે ઘણી અડધી સદી પણ ફટકારી છે.

કમિન્સ અને સ્ટાર્ક રહેશે મુખ્ય બોલર: પેટ કમિન્સ સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહ્યો છે જ્યાં તેણે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિવાય મિચેલ સ્ટાર્ક પણ T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ છે જો કે, IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સ્ટાર્કે પોતાની બોલિંગથી બિલકુલ પ્રભાવિત કર્યા નથી.

  1. ટીમ ઈન્ડિયામાંથી KL રાહુલનું પત્તુ કપાયું, IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા આ ખેલાડીઓ પણ બહાર - T20 World Cup team

ABOUT THE AUTHOR

...view details