નવી દિલ્હી: ICCએ T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 1 મે નક્કી કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોઈપણ સમયે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા 1 થી 29 જૂન દરમિયાન સંયુક્ત રીતે આયોજિત થનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા કેવી હશે તે અંગે દરેક વ્યક્તિ પોતાના અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. હવે સમાચાર સામે આવ્યા છે કે, કેએલ રાહુલ અને રિષભ પંત વિકેટકીપર માટે ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ નથી.
વિકેટકીપર માટે સંજુ સેમસન છે પ્રથમ પસંદગી:ESPN Cricinfoના અહેવાલો અનુસાર, IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહેલા જમણા હાથના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ માટે વિકેટકીપરની પ્રથમ પસંદગી છે. જો કે, એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઈજાના કારણે લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરેલા ઋષભ પંતે પણ પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. તે જ સમયે, કેએલ રાહુલ પણ ખૂબ જ ટચમાં દેખાઈ રહ્યો છે, તે લખનૌ સુપર જાયન્ટ્સ માટે વિકેટકીપર બેટ્સમેન તરીકે રમી રહ્યો છે.