હૈદરાબાદ: બે મહાન ક્રિકેટ ખેલાડીઓ સચિન તેંડુલકર અને ગ્લેન મેકગ્રા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જૂની યાદો શેર કરી છે. બંનેએ સાથે મળીને આંખની હોસ્પિટલ માટે એક રમુજભરી જાહેરાત બનાવી છે, જેણે 1999 માં એડિલેડની મેચની યાદ અપાવી દીધી. સચિન તેંડુલકરે તેના 'X' હેન્ડલ પર આ વીડિયો શેર કર્યા પછી આ જાહેરાત વાયરલ થઈ ગઈ.
સચિન - મેકગ્રાની રમુજ ફરી જાહેરાત:
આ વીડિયોમાં ભારતીય બેટિંગના મહારથી સચિને ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરને 1999 માં એડિલેડ ટેસ્ટમાં તેના ખોટી રીતે આઉટ થવાની યાદ અપાવી દીધી. આ ઘટનામાં તેમને વિવાદાસ્પદ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીએ આ વિડીયોમાં મેકગ્રાને તેની આંખો તપાસવાનું કહે છે. અને બંને આ મેચ વિશે એકબીજાને સાચું ખોટું કહી રહ્યા છે. એટલામાં એક અન્ય પેસેન્જર ત્યાં આવીને મેકગ્રાને તેણે સીટ માંગે છે અને ત્યારે સચિન ફરીવાર તેણે આંખોનું ચેકઅપ કરવા માટે કહે છે.
એડિલેડમાં સચિનની વિવાદસ્પદ વિકેટ:
જાહેરાતમાં દર્શાવેલ ઘટના 1999માં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એડિલેડ ટેસ્ટ દરમિયાન બની હતી. મેકગ્રાથે તેંડુલકરને શોર્ટ બોલ ફેંક્યો અને જમણા હાથના બેટ્સમેન સચિને બોલ નીચે ડક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, બોલ તેની અપેક્ષા મુજબ ઉછળ્યો નહીં અને તે તેંડુલકરના ખભા પર વાગ્યો. મેકગ્રાથે આઉટ થવાની અપીલ કરી અને અમ્પાયર ડેરિલ હાર્પરે આંગળી ઉંચી કરીને સચિનને આઉટ જાહેર કર્યો હતો.
તેંડુલકરની આ પોસ્ટ શેર કર્યા બાદ ક્રિકેટ ચાહકોમાં જૂની યાદો તાજી થઈ ગઈ છે કારણ કે, ઘણા ક્રિકેટ ચાહકો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેંડુલકર અને મેકગ્રા વચ્ચેની હરીફાઈને યાદ કરે છે. તેંડુલકર પોતાની કારકિર્દીમાં ઘણી વખત વિવાદાસ્પદ નિર્ણયોનો ભોગ બન્યા છે. વધુમાં, 1990 ના દાયકાના અંત અને 2000 ના દાયકાની શરૂઆતમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી.
આ પણ વાંચો:
- કોહલીની દરિયાદિલી… 3 કલાક રાહ જોયા બાદ ફેન્સને ઘરમાં બોલવી આપ્યો ઓટોગ્રાફ
- રોનાલ્ડોએ AFC ચેમ્પિયન્સ લીગમાં ગોલ કર્યા બાદ નવી રીતે કર્યું સેલિબ્રેશન, વિડીયો વાયરલ