જયપુર:આજે IPL 2024ની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આ મેચમાં બંને ટીમો જીત સાથે શરૂઆત કરવા ઈચ્છે છે. બંને વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત માટે આતુર હશે. આ વખતે રાજસ્થાનની ટીમમાં ઘણા ઇન-ફોર્મ ખેલાડી છે. કેએલ રાહુલ લખનૌનો કેપ્ટન છે જ્યારે સંજુ સેમસન રાજસ્થાનનો કેપ્ટન છે.
RR અને LSG સામ સામે:આઈપીએલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 3 મેચ રમાઈ છે, જેમાં લખનૌએ બે મેચ જીતી છે. આ સિવાય રાજસ્થાનની ટીમ એક મેચ જીતવામાં સફળ રહી છે.
યશસ્વી જયસ્વાલ પર રહેશે નજર: જોસ બટલર ખતરનાક બેટ્સમેન છે, જ્યારે તેની સાથે બેટિંગ કરવા આવનાર યશસ્વી જયસ્વાલ પણ ખતરનાક ફોર્મમાં છે. ધ્રુવ જુરાલે તાજેતરમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જ્યારે લખનૌમાં કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને ડેવિડ વિલી જેવા બેટ્સમેન છે. હવે જોવાનું એ રહે છે કે, કઈ ટીમ આઈપીએલની શરૂઆત જીત સાથે કરે છે.
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રેયાન પરાગ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ.
લખનૌ સુપરજાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), દેવદત્ત પડીક્કલ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ.