નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેમના ઓલ ટાઈમ ઈન્ડિયા ટેસ્ટ-11નો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું જો માંરે પ્લેઇંગ-11માટે ખેલાડીઓ પસંદ કરવાના હોય તો, તેણે રોહિત શર્માને બદલે અન્ય કેટલાક બેટ્સમેનને ઓપનર તરીકે પસંદ કર્યા છે. આ સિવાય તેણે અનુભવી લેગ સ્પિનર અનિલ કુંબલેને એમએસ ધોની અને વિરાટ કોહલીની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવ્યો.
એટલું જ નહીં ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ગંભીરે તેની ઓલ ટાઈમ ઈન્ડિયા ટેસ્ટ ઈલેવનમાં ધોની અને કોહલી બંનેની પસંદગી કરી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે, તેણે કુંબલેને કેપ્ટન બનાવ્યો હતો. અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે અત્યાર સુધી રમનાર શ્રેષ્ઠ કેપ્ટન છે.
આ સિવાય આ ડાબા હાથના બેટ્સમેને ઓપનર તરીકે સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગની જોડી પસંદ કરી અને ત્રીજા નંબરે બેટિંગ કરવા માટે રાહુલ દ્રવિડને પસંદ કર્યો. મિડલ ઓર્ડરમાં ક્રિકેટ આઇકોન સચિન તેંડુલકર, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી, ઓલરાઉન્ડરની ભૂમિકામાં ODI વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ અને વિકેટકીપર તરીકે એમએસ ધોનીનો સમાવેશ થાય છે.
અનિલ કુંબલે અને હરભજન સિંહને સ્પિનરો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે ઝડપી બોલિંગ વિભાગમાં જવાગલ શ્રીનાથ અને ઝહીર ખાન જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગંભીરે સ્પોર્ટ્સ ટાક સાથેની વાતચીતમાં કહ્યું, 'જ્યારે સેહવાગ અને હું ડિનર કરી રહ્યા હતા ત્યારે કુંબલેએ આવીને કહ્યું કે ગમે તે થાય, તમે લોકો આખી સિરીઝમાં ઓપનિંગ કરશો. જો તમે 8 વખત શૂન્ય પર આઉટ થઈ જાઓ તો પણ કોઈ વાંધો નથી.
ગંભીરે કહ્યું કે, "મેં મારા કરિયરમાં ક્યારેય કોઈ પાસેથી આવા શબ્દો સાંભળ્યા નથી. તેથી, જો મારે કોઈ માટે મારો જીવ આપવો હોય તો તે અનિલ કુંબલે હશે. એ શબ્દો આજે પણ મારા હૃદયમાં છે. જો તેણે સૌરવ ગાંગુલી, એમએસ ધોની કે વિરાટ કોહલીની જેમ લાંબા સમય સુધી ભારતની કેપ્ટનશીપ કરી હોત તો તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા હોત."
ગૌતમ ગંભીરનો સર્વકાલીન ભારતીય ટેસ્ટ 11:
સુનીલ ગાવસ્કર, વિરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, કપિલ દેવ, એમએસ ધોની, હરભજન સિંહ, અનિલ કુંબલે (કેપ્ટન), ઝહીર ખાન, જવાગલ શ્રીનાથ.
- કચ્છના આ ક્રિકેટરની અંડર - 19 ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી, જાણો કોણ છે આ યુવા ખેલાડી… - Harvansh Singh INDVSAUS U 19
- આજે ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માનો 36મો જન્મદિવસ, લાંબા વાળને કારણે ક્યારેક થયો પ્રચલિત તો ક્યારેક ભરવો પડ્યો દંડ… - Ishant Sharna Birthday