નવી દિલ્હીઃ પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે ભારતને વધુ એક મેડલ મળી ગયો છે. ભારતીય મહિલા શૂટર રૂબિના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે પોતાની મેચ દરમિયાન 211.1નો સ્કોર કરીને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. તેણે ભારતને સ્પર્ધાનો ત્રીજો બ્રાન્ડ મેડલ અપાવ્યો છે.
કેવું રહ્યું રૂબીનાનું પ્રદર્શન:
રૂબીનાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 6 પરફેક્ટ શોટ કર્યા હતા. તેણે 6 વખત 10 પોઈન્ટ ફટકાર્યા, આ સાથે તેણે 12 વખત 9 પોઈન્ટ બનાવ્યા. રૂબીનાએ કુલ 211.1 પોઈન્ટ બનાવ્યા અને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સ્પર્ધામાં ઈરાનની જવાનમર્દી સારેહે 236.8નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તુર્કીના ઓઝગાન આયસેલે 231.1ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતનો આ પાંચમો મેડલ:
આ પહેલા શૂટિંગમાં ભારત માટે વધુ ત્રણ મેડલ આવ્યા છે. જ્યારે એથ્લેટિક્સમાં દેશે મેડલ જીત્યો હતો. અવની લેખરા અને મોના અગ્રવાલે અનુક્રમે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે મનીષ નરવાલે ભારતને શૂટિંગમાં ત્રીજો મેડલ અપાવ્યો. મનીષે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. આ સિવાય, પ્રીતિ પાલે મહિલાઓની 100 મીટર (T35 - એમ્બ્યુલેટરી એથ્લેટ) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.