વડોદરા: વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની ત્રીજી સિઝન માટે બે શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બરોડા અને લખનૌને સંભવિત સ્થળો તરીકે પસંદ કર્યા છે. WPl ની આ સિઝન 6 અથવા 7 ફેબ્રુઆરીએ શરૂ થવાની ધારણા છે, જેની ફાઇનલ મેચ સહિત બીજા તબક્કાની તમામ મેચો વડોદરામાં થઈ શકે છે.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈએ હજુ સુધી પાંચ ફ્રેન્ચાઈઝીને તારીખો અને સ્થળની સત્તાવાર પુષ્ટિ કરી નથી. જો કે, એવું માનવામાં આવે છે કે, બોર્ડે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) અને બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સાથે અનૌપચારિક ચર્ચા કરી છે. આગામી દિવસોમાં ઓફિશિયલ જાહેરાત થવાની અપેક્ષા છે.
🚨 BCCI shortlists Baroda and Lucknow as the venues for WPL 2025 #wpl #t20cricket pic.twitter.com/6J8TWcp9Uq
— Cricbuzz (@cricbuzz) January 7, 2025
ભારત માટે વડોદરાનું સ્ટેડિયમ લકી રહ્યું:
બરોડાએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ફેસિલિટી સાથે કોટામ્બી સ્ટેડિયમનું નિર્માણ કર્યું છે. અને BCCI આ સ્થળ પર WPL યોજવા માંગે છે. ગયા મહિને ઉદ્ઘાટન કરાયેલા આ સ્ટેડિયમમાં તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મહિલા ODI મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં ઘણી T20 ટૂર્નામેન્ટ મેચો અને કેટલીક રણજી ટ્રોફી રમતો રમાઈ છે. BCA (બરોડા ક્રિકેટ એસોશીએશન) જેને 9 જાન્યુઆરીથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીના નોકઆઉટ રાઉન્ડની યજમાની સોંપવામાં આવી છે. આ સ્ટેડિયમની નવી સુવિધાની સંપૂર્ણ તૈયારીને ચકાસવા માટે ત્યાં સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચો ફ્લડલાઇટ હેઠળ યોજવાનું પણ આયોજન કરી રહી છે.
The Kotambi Stadium in Vadodara and the Ekana Stadium in Lucknow are likely to host the Women’s Premier League (WPL) 2025 fixtures in February.#CricketTwitter #WPL2025 pic.twitter.com/c6KSDHnG3r
— Female Cricket (@imfemalecricket) January 7, 2025
BCCI WPL ની 23 મેચો બે તબક્કામાં આયોજિત કરવા માંગે છે, તે સમજી શકાય છે કે, BCA સુવિધાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે થોડા અઠવાડિયાનો સમય લેતા બીજા તબક્કાનું આયોજન કરવા માંગે છે. WPL ની ફાઇનલ મેચ 8-9 માર્ચની આસપાસ યોજાય તેવી શક્યતા છે. લીગની ઉદઘાટન સીઝન સંપૂર્ણ રીતે મુંબઈમાં યોજાઈ હતી, જ્યારે બેંગલુરુ અને દિલ્હીએ બીજી સીઝનનું આયોજન કર્યું હતું. ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડિફેન્ડિંગ ચેમ્પિયન રહી હતી.
🚨 UPDATE ON WPL 2025 🚨
— Tanuj Singh (@ImTanujSingh) January 7, 2025
- Likely to start from Feb 6.
- Baroda & Lucknow as the venues. (Cricbuzz/TOI). pic.twitter.com/zc6lPxKUiN
હરમનપ્રીત NCAમાં રિપોર્ટ કરશે?
આ દરમિયાન જાણવા મળ્યું છે કે, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર, જે આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીનો ભાગ નથી, તેને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સીરીઝ માટે ટીમની જાહેરાત કરતા બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 10, 12 અને 15 જાન્યુઆરીએ રમાનાર ત્રણ મેચો માટે હરમનપ્રીત અને રેણુકા સિંહ ઠાકુરને આરામ આપવામાં આવી રહ્યો છે. જો કે, એવું બહાર આવ્યું છે કે હરમનપ્રીતની ગેરહાજરી NCAમાં તેના સમન્સ સાથે જોડાયેલી છે. તેની ઈજાનું સ્વરૂપ કે સારવારની જરૂરિયાત હજુ સ્પષ્ટ થઈ નથી.
આ પણ વાંચો: