હૈદરાબાદ: બોલિવૂડ સુપરસ્ટાર અભિષેક બચ્ચન હમેંશા તેમના સ્પોર્ટ્સ પ્રત્યેના જુસ્સા અને ઉત્સાહ માટે જાણીતા રહે છે. કબડ્ડી, ફૂટબોલ અને ક્રિકેટ તેમની પ્રિય રમતો છે. પ્રો કબડ્ડી લીગમાં જયપુર પિંક પેન્થર્સ અભિષેક બચ્ચનની ફ્રેન્ચાઇઝી છે. આ સિવાય તેઓ ISL ફૂટબોલમાં ચેન્નઈ એફસીના માલિકોમાંનો એક છે.
ત્રણ દેશની ફ્રેન્ચાઈઝીમાં કર્યું રોકાણ:
ગેલેરીમાંથી નિયમિતપણે ખેલાડીઓ માટે ચીયર કરતા આ સ્ટારે હવે યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં પણ નાણાનું રોકાણ કર્યું છે. જુનિયર બચ્ચન આ લીગના કો-ઓનર બન્યા છે. અભિષેક બચ્ચને ત્રણ સભ્ય ક્રિકેટ ટીમ આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ સાથે ભાગીદારીમાં ખાનગી માલિકીની ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટમાં રોકાણ કર્યું છે.
🚨 A GAME CHANGER IN EUROPEAN CRICKET 🚨
— Johns. (@CricCrazyJohns) January 6, 2025
- Abhishek Bachchan invests in the ICC Sanctioned European T20 Premier League as Co Owner.
ETPL set to start on July 15th to August 3rd, 2025, players from Ireland, Scotland & Netherlands. pic.twitter.com/QF3SdiKttD
યુરોપિયન T20 પ્રીમિયર લીગ 15 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ લીગમાં ડબલિન, બેલફાસ્ટ, એમ્સ્ટરડેમ, રોટરડેમ, એડિનબર્ગ અને ગ્લાસગોની જેવી છ ટીમો ભાગ લેશે. કહેવાની જરૂર નથી કે, આ લીગ ભારતમાં પણ લોકપ્રિય થશે, કારણ કે ભારત અને ક્રિકેટ વચ્ચે અનોખો સંબંધ છે, અને ભારત દેશમાં સૌથી વધુ ક્રિકેટ લોકપ્રિય છે.
અભિષેક બચ્ચને કહ્યું કે, 'ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ એકતા છે જે સીમાઓ પાર કરે છે.' તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ક્રિકેટને યુરોપમાં લાખો લોકો સુધી લઈ જવા માટે તમામ હિતધારકો સાથે મળીને કામ કરશે.'
📡: 𝗡𝗲𝘄 𝘁𝗼𝘂𝗿𝗻𝗮𝗺𝗲𝗻𝘁 𝗳𝗼𝗿 𝟮𝟬𝟮𝟱
— Cricket Ireland (@cricketireland) January 4, 2025
The @ICC has formally sanctioned the European T20 Premier League. Great news for European cricket fans!
Read more: https://t.co/3Gcg8Z2poM#ETPL pic.twitter.com/yC6LsQkynh
ઇટીપીએલના ચેરમેન અને આઇરિશ ક્રિકેટ બોર્ડના CEO વોરેન ડ્યુટ્રોમે અભિષેકને આવકારતા કહ્યું કે, "અમે અભિષેક બચ્ચનને લીગના સહ-માનદ સભ્ય તરીકે જાહેર કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ. રમત પ્રત્યેનો તેમનો જુસ્સો અમને અમારી સિદ્ધિઓ હાંસલ કરવા પ્રેરણા આપશે. લક્ષ્યોને સાકાર કરવામાં મદદ કરશે."
આ પણ વાંચો: