મુંબઈઃપેરિસ ઓલિમ્પિક 2024થી દેશ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય એથ્લેટ વિનેશ ફોગાટ મહિલા કુશ્તીના 50 કિગ્રા વર્ગના અંતિમ રાઉન્ડમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. વિગત અનુસાર, 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે વિનેશ અયોગ્ય સાબિત થઈ છે. આ સમાચારે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. હવે આ મુદ્દે સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે વિનેશ ફોગટની ગેરલાયકાત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે તેની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિનેશની એક પોસ્ટ શેર કરી છે અને કેપ્શનમાં ના લખ્યું છે. બીજી પોસ્ટમાં લોકોને સવાલ કરતા તેમણે લખ્યું છે કે, '100 ગ્રામની વાર્તા પર કોણ વિશ્વાસ કરી રહ્યું છે?'