નવી દિલ્હીઃ ભારતે પેરિસ ઓલિમ્પિકમાં પોતાનો ત્રીજો મેડલ જીત્યો છે. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસલેએ શાનદાર પ્રદર્શન કર્યું અને 50 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે ભારતે ઓલિમ્પિકમાં પ્રથમ વખત 3 મેડલ જીત્યા છે. તેમના પ્રદર્શન બાદ પીએમ મોદી સહિત દેશના તમામ પ્રતિષ્ઠિત લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન:સ્વપ્નિલણે અભિનંદન આપતાં, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, "સ્વપ્નિલ કુસલેનું અસાધારણ પ્રદર્શન, પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. તેનું પ્રદર્શન ખાસ છે કારણ કે, તેણે ઉત્તમ સુગમતા અને કૌશલ્ય દર્શાવ્યું છે. આ કેટેગરીમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ પણ છે."
'શૂટિંગ ટીમે અમને ગૌરવ અપાવ્યું' : આ સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ લખ્યું, "પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સ્વપ્નિલ કુસલેને હાર્દિક અભિનંદન. તે પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશન કેટેગરીમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં શૂટિંગ ઈવેન્ટ્સમાં ત્રણ મેડલ જીત્યા હોય. સમગ્ર શૂટિંગ ક્રૂએ ભારતને ગૌરવ અપાવ્યું છે. હું અમારા તમામ ખેલાડીઓને આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવું છું. હું ઈચ્છું છું કે સ્વપ્નિલ કુસાલે ભવિષ્યમાં વધુ મેડલ જીતે."