ગુજરાત

gujarat

ETV Bharat / sports

વાહ! એક હાથમાં ગોલ્ડ તો બીજા હાથમાં ડાયમંડ, ચાઈનાની આ ગોલ્ડ મેડલિસ્ટ ખેલાડીને મળી એક જ દિવસે 2 ખુશીઓ... - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

પેરિસ ઓલિમ્પિક 2024માં શુક્રવારે પ્રેમભરી ક્ષણો જોવા મળી હતી. જ્યારે એક બેડમિન્ટન ખેલાડીએ તેની ગર્લફ્રેન્ડને મિક્સ્ડ ડબલ્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પ્રપોઝ કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડીયો...

એક સાથમાં ગોલ્ડ મેડલ અને બીજા હાથમાં ડાયમંડ રીંગ
એક સાથમાં ગોલ્ડ મેડલ અને બીજા હાથમાં ડાયમંડ રીંગ ((AP Photo))

By ETV Bharat Sports Team

Published : Aug 3, 2024, 3:47 PM IST

પેરિસ (ફ્રાન્સ):પેરિસ ઓલિમ્પિક 2024ના 7મા દિવસે એક ખુશનુમા, પ્રેમથી ભરપૂર દ્રશ્ય જોવા મળ્યું. શુક્રવારે જ્યારે ચાઈનીઝ બેડમિન્ટન ખેલાડી લિયુ યુચેને તેની શટલર ગર્લફ્રેન્ડ હુઆંગ યાકિયોંગને ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઘૂંટણિયે પડીને પ્રપોઝ કર્યું ત્યારે જોવા જેવો નજારો થયો હતો.

ઓલિમ્પિકમાં પ્રેમ વ્યક્ત કર્યો:હુઆંગ યાકિયોંગે તેના દક્ષિણ કોરિયન હરીફને હરાવીને મિશ્ર ડબલ્સની ફાઇનલમાં ઝેંગ સિવેઇ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યા પછી જ આ પ્રસ્તાવ આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફોલો અને રીંગ સાથે પ્રપોઝ કર્યું: શુક્રવારે તેના પાર્ટનર ઝેંગ સિવેઈ સાથે બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સમાં ટોચનું સ્થાન મેળવ્યા પછી, હુઆંગ યા ક્વિઓંગને તેના બોયફ્રેન્ડ લિયુ યુચેન દ્વારા પ્રેમ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. મેડલ પ્રેઝન્ટેશન પછી લિયુ ફૂલો સાથે હુઆંગની રાહ જોતો હતો, તે આવતાની સાથે જ લિયુ ફ્લોર પર એક ઘૂંટણિયે બેસી ગયો અને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે તેણે ખિસ્સામાંથી રિંગ બહાર કાઢી હતી ત્યારે જ હુઆંગને આશ્ચર્ય થયું.

ગોલ્ડ મેડલિસ્ટ શટલરે હા કહ્યું: ચાઈનીઝ મેન્સ ડબલ્સ બેડમિન્ટન ખેલાડી લિયુ યુચેને તેની ગર્લફ્રેન્ડ હુઆંગ યાકિયોંગને પ્રપોઝ કર્યું, જે એક મિક્સ્ડ ડબલ્સ પ્લેયર છે. હુઆંગ યાકિયોંગે તેના દક્ષિણ કોરિયન હરીફને હરાવીને મિશ્ર ડબલ્સની ફાઇનલમાં ઝેંગ સિવેઇ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યા પછી તરત તેને પ્રપોઝ કર્યું હતું. હુઆંગ યાકિયોંગ આ પ્રસ્તાવથી અભિભૂત થઈ ગઈ હતી અને તરત જ હા પાડી દીધી. ચાહકોએ આ ખૂબ જ પસંદ કર્યું અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.

ABOUT THE AUTHOR

...view details