અમદાવાદ: ઉતરાયણનું કાઉન્ટનડાઉન શરૂ થઈ ગયું છે, અને બજારમાં અવનવી પતંગો જોવા મળી રહી છે, અને ઘણા લોકો પતંગોના વ્યવસાયથી સંકળાયેલા છે, દવા શહેર પતંગનો સૌથી મોટો હબ બની ગયો છે.
અમદાવાદના ઈકબાલ બેલીમ છેલ્લાં 40 વર્ષથી પતંગ બનાવે છે, પરંતુ જ્યારથી તેમના પિતાનું અવસાન કેન્સરથી થયું છે, ત્યારથી તેઓ જુદા જુદા મેસેજ અને સ્લોગન વાળા પતંગ બનાવીને લોકોને જાગૃત કરવાના કામ કરી રહ્યા છે. જેથી આ પતંગ વડાપ્રધાન સુધી પહોંચે તેવી એમની મહેચ્છા છે. આવા પતંગના વેપારી ઈકબાલ બેલીમ સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી.
પતંગો પર સ્લોગન થકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ
અમદાવાદ શહેરના ઢાલગરવાડ ખાતે રહેતા ઈકબાલભાઈ બેલીમ નામના પતંગના વેપારી દર વર્ષે ઉત્તરાયણ પર્વે નવા નવા સ્લોગનો વાળી પતંગો બનાવે છે, અને એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવે છે. આ વર્ષે પણ ઉતરાયણમાં અમદાવાદના આકાશમાં ઈકબાલ ભાઈ બેલીમની બનાવેલી પતંગો જોવા મળશે.
આ સંદર્ભે એક ઇકબાલ ભાઈ બેલીમે જણાવ્યું હતું કે, 'મારી ઉંમર 71વર્ષ છે અને હું 40 વર્ષથી પતંગ બનાવું છું પરંતુ જ્યારે મારા પિતા નું અવસાન કેન્સર થી થયું ત્યારથી મે જુદા જુદા મેસેજ અને સ્લોગન વાળી પતંગ બનાવું છું અને લોકોને ને જાગૃત કરવાના કામ કરી રહ્યા છે'.
પતંગો પર લખ્યા અલગ-અલગ સ્લોગન
આ વર્ષે ઉતરાયણમાં એક ઇકબાલ બેલીમે જુદી-જુદી સ્લોગન વાળી ખુબ જ સારી પતંગ બનાવી છે, જેમાં 'આઈ લવ માય ઈન્ડિયા', 'નશામુક્ત ભારત અભિયાન', 'વિશ્વ તંબાકુ વિરોધી દિન', 'એકદમ સ્વચ્છતા કી ઔર', 'સ્વચ્છ રહે ભારત સ્વસ્થ રહે હમ', 'વંદે માતરમ્', 'શિક્ષા બગૈર આદમી અનાથ', 'મોદી હે તો મુમકિન હૈ', 'દુનિયા કા સબસે બડા મસ્ત ટીકા કરણ અભિયા', 'જીએ ભારતમાં કી બેટીયાં', 'વાઈબ્રન્ટ ગુજરાત 2024', વગેરે જેવાને સ્લોગન વાળા પતંગો સહિત દારૂબંધી કેન્સર આવેને અને સોશિયલ સ્લોગન વાળા પતંગો બનાવી છે. આના સિવાય એક ઇકબાલ બેલીમે અયોધ્યા રામ મંદિર અને મસ્જિદને પતંગમાં દર્શાવીને હિંદુસ્તાનની કોમી એકતા બતાવવાનું પ્રયાસ કર્યો છે.
પતંગ કપાય અને 10 હાથમાં જાય અને મારા લોક જાગૃતિના તમામ મેસેજ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ
તેમણે વધુ જણાવ્યું હતું કે, પતંગ કપાય અને 10 હાથમાં જાય અને મારા લોક જાગૃતિના તમામ મેસેજ લોકો સુધી પહોંચે તેવા અનોખો પ્રયાસ અમે કરી રહ્યા છીએ, અને એટલે જ મે પતંગ ઉપર વિવિધ સામાજિક જાગૃતિના સ્લોગન લખ્યા છે.
'મે વાઈબ્રન્ટ ગુજરાતના પતંગ, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ સેલિબ્રેશન વાળા પતંગની સાથે સાથે વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદી અમિત શાહ વાળા પતંગ આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષ, કશ્મીર ક્રાંતિ કોરોના રસીકરણ અભિયાન ચંદ્રયાનની સફળતા, શિક્ષણને મહત્વ આપતા પતંગો, કેન્સરથી બચો તમાકુ છોડો, કિડની બચાવો જીવન બચાવો 'સ્ટેચ્યુ ઓફ યુનિટી', 'બેટી બચાવો બેટી પઢાવો' અને 'મોદી હે તો મુમકીન હૈ', જેવા વિવિધ સ્લોગનની પતંગો બનાવી છે'. - ઈકબાલ બેલીમ, પતંગના વેપારી
તેમણે જણાવ્યું હતું કે, પતંગના તહેવાર દરેક ધર્મના લોકો હર્ષઉલ્લાસથી મનાવે છે, અને અમદાવાદ પતંગનું સૌથી મોટું હબ બની ગયું છે, અહીં દરેક પ્રકારની પતંગ અને દોરીનું વ્યવસાય ચાલે છે, અને ઘણા લોકોને રોજી રોટી મળે છે, અને મારી પતંગથી લોકો ખુશ થયા છે. મારી પતંગો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવી છે, અને દરેક મોટા નેતા અને બાળકો પાસે હું દર વર્ષે પતંગ ગિફ્ટ કરું છું.