અમરેલી: જિલ્લામાં મહિલાઓ હવે ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને પશુપાલનના વ્યવસાયમાંથી સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના લીલીયા ખાતે રહેતા મહિલા પ્રજ્ઞાબેન પશુપાલનનો વ્યવસાય કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
પ્રજ્ઞાબેન ભાલાળાએ જણાવ્યું કે, 'તેઓ લીલીયા ગામના વાતની છે. 38 વર્ષીય પ્રજ્ઞાબેને 10માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. લીલીયા ગામમાં જ તેમની ગૌશાળા પણ આવેલી છે. તેમની આ ગૌશાળામાં 15 જેટલી ગાયો છે. ઉપરાંત તમામ ગાયો ગીર નસલની છે. તેમનું કહેવું છે કે, ગીર ગાય દૂધ ઉત્પાદન માંરે ખૂબ સારી છે. પ્રજ્ઞાબેન દૂધ ઉત્પાદન કરી તેમાંથી ઘી અને છાશ બનાવી તેનું વેચાણ કરે છે અને સારી એવી આવક મેળવે છે.
દૂધનું વેચાણ કરવામાં આવતું નથી: ગીર ગાય, ગૌશાળા અને કમાણી વિશે વાત કરતાં પ્રજ્ઞાબેને જણાવ્યું કે, આ ગીર ગાયોનું બંને ટાઈમ તેમના દ્વારા દૂધનું દોહન કરવામાં આવે છે. તેમજ ત્રણથી ચાર ટાઈમ ઘાસચારો આપવામાં આવે છે અને સાંજના સમયે ગીર ગાયોને ખાણદાણ આપવામાં આવે છે. દૂધનું વેચાણ કરવામાં આવતું નથી રોજનું ત્રણ કિલો દૂધમાંથી ઘી બનાવવામાં આવે છે અને તેનું વેચાણ થાય છે. તો સાથે જ રોજનું 150 લીટર છાશ બનાવવામાં આવે છે અને જેનું વેચાણમાં કરવામાં આવે છે.
"દૂધનું ઘી બનાવ્યું છે અને છાશ બનાવીને ઘી બનાવું છું. રોજનું અમારું બે થી ત્રણ કિલો જેટલું ઘી થાય છે. ઘી અમે અમદાવાદ, સુરત, બેંગ્લોર જેવી અલગ અલગ જગ્યાએ વેચીએ છીએ." - પ્રજ્ઞાબેન મહેશભાઈ ભાલાળા
મહિને 1,80,000 હજારની કમાણી: વધુમાં માહિતી આપતા પ્રજ્ઞાબેન મહેશભાઈ ભાલાળાએ જણાવ્યું કે, ઘીનો ભાવ 1500 રૂપિયા મળી રહે છે જેનું વેચાણ કરવામાં આવે છે. તો સાથે જ 150 લીટર ઉત્પાદન થાય છે અને દસ રૂપિયા લેખે વેચાણ કરવામાં આવે છે. રોજની 1200 થી 1500 રૂપિયા છાશનું વેચાણ કરવવામાં આવે છે. આમ બંને મળીને કુલ 6,000 રોજનું વેચાણ કરવવામાં આવે છે. મહિને 1,80,000 હજાર રૂપિયાનું ઘી અને છાશનું વેચાણ થાય છે. આ વેચાણની સામે અંદાજિત 70% જેટલો ખર્ચ ખાનદાન, ઘાસચારા અને ગાયોની સાચવણી માટે કરવામાં આવે છે જ્યારે 30 % નફાકારક ઉત્પાદન મળી રહે છે.
ધીની ગુણવત્તા સારી હોવાથી લોકોમાં માંગ વધી: પ્રજ્ઞાબેને વધુમાં જણાવ્યું કે, તેઓ પોતાના નિવાસ્થાને પહેલા ત્રણ ગીર ગાય રાખતા હતા. ત્યારબાદ ધીમે ધીમે ગીર ગાયનો ક્રેઝ વધતાં તેમણે ગાયો વધારી વધી અને પોતાના દ્વારા ગીર ગાયનું ઘી બનાવી વેચાણ કરવાની શરૂઆત કરી હતી. પ્રથમ વખત તેમણે 500 ગ્રામ અને 1 કિલોનું વેચાણ કર્યું હતું. ત્યારબાદ ધીમે ધીમે ધીની ગુણવત્તા સારી હોવાથી લોકોમાં માંગ વધવા લાગી અને ખરીદદારોની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો. હાલમાં તેમની પાસે 15 જેટલી ગીર ગાય છે જેના દ્વારા તેમણે સારું એવું ઉત્પાદન અને નફો મળી રહ્યો છે.
આ પણ વાંચો: