નવી દિલ્હી: ભારતીય શૂટર્સ અનંત જીત સિંહ નારુકા અને મહેશ્વરી ચૌહાણે સ્કીટ મિક્સ્ડ ટીમ ક્વોલિફિકેશન ઈવેન્ટમાં ચોથા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ મેચમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હવે સાંજે ભારતના આ બંને શૂટર્સ બ્રોન્ઝ મેડલ મેચમાં ભાગ લેતા જોવા મળશે. ભારતીય શૂટર્સની ટીમે ક્વોલિફિકેશન ઈવેન્ટના પ્રથમ રાઉન્ડમાં મળીને 48 પોઈન્ટ, બીજા રાઉન્ડમાં 49 અને ત્રીજા રાઉન્ડમાં 48 પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે બંનેએ ત્રણ રાઉન્ડ બાદ ટીમ માટે કુલ 146 પોઈન્ટ હાંસલ કર્યા હતા.
નારુકા અને મહેશ્વરીએ બ્રોન્ઝ મેડલ મેચમાં સ્થાન મેળવ્યું:
પેરિસ ઓલિમ્પિક 2024ના 10માં દિવસે, બંનેએ સ્કીટ મિશ્રિત ટીમ ક્વોલિફિકેશન ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ મેચમાં સ્થાન મેળવ્યું. આ ઈવેન્ટમાં અનંત અને મહેશ્વરી 15 દેશોની સ્પર્ધામાં ચોથા ક્રમે રહ્યા હતા, જ્યારે ચીનની ટીમ સ્કીટ મિક્સ્ડ ટીમ ક્વોલિફિકેશન ઈવેન્ટમાં ત્રીજા ક્રમે રહી હતી, પરંતુ ભારત અને ચીનની ટીમોના સ્કોર ટાઈ રહ્યા હતા અને બંને ટીમો બ્રોન્ઝ માટે આગળ વધશે.
ભારત અને ચીન બંને ટીમોના પોઈન્ટ સમાન:
હવે ભારતીય શૂટર્સ અનંત જીત સિંહ નારુકા અને મહેશ્વરી ચૌહાણ ચીનના જિયાંગ યુટિંગ અને લિયુ જિયાનલિન સાથે ટકરાતા જોવા મળશે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારત અને ચીન બંનેનો કુલ સ્કોર 146 પોઈન્ટ હતો. હવે ભારતીય ખેલાડીઓ પાસે દેશ માટે વધુ એક મેડલ જીતવાની તક છે.
- વાયરલ તુર્કીશ શૂટર યુસુફ ડિકેકે એલોન મસ્કને પૂછ્યો રોબોટ અંગે પ્રશ્ન, જાણો અબજોપતિએ શું આપ્યો જવાબ... - PARIS OLYMPICS 2024