નવી દિલ્હી:ભારતની ટોચની બોક્સર લોવલિના બોર્ગોહેને બુધવારે એટલે કે આજે ચાલી રહેલ પેરિસ ઓલિમ્પિક 2024ની મહિલા 75 કિગ્રા વજન વર્ગની રાઉન્ડ ઓફ 16 મેચમાં નોર્વેની સુનિવા હોફસ્ટેડને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ મેચમાં લોવલીનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 5-0થી જીત મેળવી હતી.
બોક્સર લોવલિના બોર્ગોહેને શાનદાર જીત નોંધાવી, 5-0થી સુનિવાને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું... - Paris Olympic 2024 - PARIS OLYMPIC 2024
ભારતની ટોચની બોક્સર લોવલિના બોર્ગોહેને આજે ચાલી રહેલ પેરિસ ઓલિમ્પિક 2024ની મહિલા 75 કિગ્રા બોક્સિંગ ટૂર્નામેન્ટના રાઉન્ડ ઓફ 16 મેચમાં સુનિવા હોફસ્ટેડ પર નોંધપાત્ર જીત નોંધાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
Published : Jul 31, 2024, 5:23 PM IST
|Updated : Jul 31, 2024, 5:31 PM IST
જાણો આ મેચ વિષે:આ મેચમાં લોવલીનાએ શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી અને તેના પ્રતિસ્પર્ધી પર સતત હુમલો કર્યો હતો. પોતાના ઉત્કૃષ્ટ મુક્કા વડે તેણે તમામ રેફરીને તેને સંપૂર્ણ માર્ક્સ આપવા માટે મજબૂર કરી દીધા હતા. આ મેચમાં તેણે નોર્વેના હાફસ્ટેડને વર્ચસ્વ જમાવવાની તક પણ આપવા દીધી ન હતી. લોવલિના બોર્ગોહેને પ્રથમ અને બીજા રાઉન્ડમાં 5 જજ તરફથી પરફેક્ટ 10 માર્કસ મેળવ્યા હતા, ત્રીજા રાઉન્ડમાં લોવલીનાને ત્રણ જજ તરફથી 9 અને 2 જજ તરફથી 10 માર્ક્સ મળ્યા હતા. મેચના અંતે તેનો સ્કોર 29, 30, 29,30, 29 હતો. તેણે આ મેચ 5-0થી જીતી હતી.
લવલિનાને પાંચેય જજ તરફથી ઉત્તમ પોઈન્ટ મળ્યા: લોવલિના બોર્ગોહેનને નેધરલેન્ડના સેમ ડુનાર દ્વારા સંપૂર્ણ 30 માર્ક્સ આપવામાં આવ્યા હતા અને હંગેરીના જજ વેરોનિકાએ પણ સંપૂર્ણ 30 માર્ક્સ આપ્યા હતા. આ સિવાય આર્જેન્ટિનાના રોબર્ટો ફર્નાન્ડો સેવા અને કઝાકિસ્તાનના યર્મેક સુયેનિશ અને ઈરાનના જજ હાગીગી સાબેત બાબાક બોર્ડબારે 22-29 પોઈન્ટ આપ્યા હતા. હવે ભારતની સ્ટાર બોક્સર પાસે આગામી રાઉન્ડમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખવા અને ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ મેળવવાનો સારો એવો વિકલ્પ છે.