ગુજરાત

gujarat

ETV Bharat / sports

એડિલેડથી વેલિંગ્ટન… 3217 કિમીના અંતરે 12 મિનિટમાં બે મેચમાં બન્યો એકસરખો સંયોગ, જાણો કેવી રીતે? - ADELAIDE AND WELLINGTON TEST

એક તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા અને બીજી તરફ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બંને મેચોમાં એક સમાન ઘટના ઘટી છે.

એડિલેડ અને વેલિંગ્ટન ટેસ્ટ મેચ
એડિલેડ અને વેલિંગ્ટન ટેસ્ટ મેચ (AP)

By ETV Bharat Sports Team

Published : Dec 6, 2024, 3:59 PM IST

હૈદરબાદ: ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં ત્રણ મોટી શ્રેણી ચાલી રહી છે. તેમાંથી એક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે, બીજી શ્રેણી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે છે અને ત્રીજી શ્રેણી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એડિલેડ ટેસ્ટ મેચ અને ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં એક એવી ઘટના જોવા મળી જેના પર ચાહકો વિશ્વાસ કરી શકશે નહીં. એક જ સમયે બે અલગ-અલગ સ્થળોએ મેચ રમાય રહી છે પરંતુ આ બંને મેચમાં એક જ જેવી ઘટના બની છે, તે ખૂબ જ દુર્લભ છે, પરંતુ ચાહકોને એડિલેડ અને વેલિંગ્ટન ટેસ્ટ બંનેમાં તે જોવા મળ્યું.

રાહુલ અને વિલિયમસન બંને નોટઆઉટઃ

ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે એડિલેડના મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ખરાબ શરૂઆત અને સકળ યુવા બેસ્ટમેન જયસ્વાલ પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો. આ પછી રાહુલે સાવધાનીપૂર્વક રમ્યો પરંતુ જ્યારે તેણે સ્કોટ બોલેન્ડનો બોલને ઓફ સ્ટમ્પની બહાર રમવાનો પ્રયાસ કર્યો તો તે સીધો વિકેટકીપર પાસે ગયો.

આ પછી જ્યારે ત્રીજા અમ્પાયરે નો-બોલનો આદેશ આપ્યો તો રાહુલ પેવેલિયનમાં ગયો. રાહુલ સાથે જ્યારે આ ઘટના બની ત્યારે ભારતમાં સવારના 10:12 વાગ્યા હતા. માત્ર 12 મિનિટ પહેલા આવી જ ઘટના વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં પણ બની હતી, જ્યાં કેન વિલિયમસન પણ બ્રેડન કાર્સના હાથે આઉટ થયા બાદ નો-બોલથી બચી ગયો હતો. આ બંને ઘટના એક સમાન છે અને દુર્લભ પણ.

બંનેનો સ્કોર પણ એકસરખો:

કેએલ રાહુલ અને કેન વિલિયમસન બંને નો-બોલ પર આઉટ થવાથી બચવાની તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયા અને બંનેએ બેટ વડે 37-37નો સ્કોર કર્યો. રાહુલે 64 બોલનો સામનો કર્યો હતો, જ્યારે વિલિયમસન પણ 56 બોલનો સામનો કર્યા બાદ આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ચાહકોને આ પ્રકારની સમાનતા ઓછી જોવા મળે છે. બંને નો બોલથી આઉટ થતા બચી ગયા અને પાછળથી એકસરખો સ્કોર બોર્ડ પર નોંધાવ્યો.

આ પણ વાંચો:

  1. IND VS AUS 2nd Test: ભારત સામેની 'ડે-નાઈટ' ટેસ્ટમાં કાંગારૂ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા, કેમ?
  2. આજના દિવસે ભારતીય ટીમના આ ત્રણ સ્ટાર ખેલાડીઓએ લીધો હતો જન્મ, જેમાંથી બે ગુજરાતી, જાણો તેમના વિશે રોમાંચક વાતો

ABOUT THE AUTHOR

...view details