કિંગ્સટન: કિંગસ્ટનમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના એક બોલરે એટલી શાનદાર બોલિંગ કરી કે રેકોર્ડ તૂટી ગયો. છેલ્લા 46 વર્ષમાં ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં આ પ્રકારની પ્રથમવાર બન્યું છે, તેનું પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશની ટીમ બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં 200 રનના આંકથી પાછળ રહી ગઈ. જેનાથી યજમાન વેસ્ટ ઈન્ડિઝને મેચ પર કબજો કરવાની તક મળી હતી. બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને મજબૂત સ્થિતિમાં મુકનાર ખેલાડી જેડન સીલ્સ છે, જેણે બાંગ્લાદેશ સામે ભારતીય બોલરનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો હતો.
જેડન સીલ્સે ભારતીય બોલરનો રેકોર્ડ તોડ્યોઃ
જેડન સીલ્સે બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં 15.5 ઓવર નાંખી, 10 મેડન્સ ફેંકી અને 5 રનમાં 4 વિકેટ લીધી. આમાં, તેનો ઇકોનોમી રેટ 0.31 હતો, જે 1978 પછી પુરુષોની ટેસ્ટ ક્રિકેટમાં નોંધાયેલો શ્રેષ્ઠ ઇકોનોમી રેટ છે. આ પહેલા આ રેકોર્ડ ભારતીય ઝડપી બોલર ઉમેશ યાદવના નામે હતો, જેણે 2015માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં 0.42ની ઈકોનોમી સાથે બોલિંગ કરી હતી. ઉમેશે 21 ઓવરમાં 16 મેડન ઓવર નાખી અને 9 રન આપીને 3 વિકેટ લીધી. પરંતુ ઉમેશનો આ રેકોર્ડ હવે જેડન સીલ્સે તોડી નાખ્યો છે.