અમરેલી: અમરેલી અને સૌરાષ્ટ્રના મુખ્ય ભાગોમાં પ્રગતિશીલ ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. અમરેલી જિલ્લામાં અનેક ખારાપાટનો વિસ્તાર છે. આ વિસ્તારમાં ખારું પાણી આવે છે. જેથી ખેડૂતોને અમુક જ પાકનું વાવેતર કરવામાં આવે છે અને જેનું ઉત્પાદન મેળવે છે. હારો પાર્ટ હોવા છતાં પણ ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લાના કેરીયા ચાડ ગામના ખેડૂતે બાગાયતી મિશ્ર પાકની ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે.
અશોકભાઈ ચતુરભાઈ ગજેરા (ઉંમર વર્ષ 48) એ અભ્યાસ ગ્રેજ્યુએશન સુધી કર્યો છે. અભ્યાસ કર્યા બાદ પોતાના પિતા સાથે ખેતીમાં જોડાયા હતા અને હાલ અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત બન્યા છે.
25 વીઘામાં 900 આમળાના વૃક્ષોનું વાવેતર: અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ચતુરભાઈ એ આમળાની ઓર્ગેનિક રીતે ખેતીની શરૂઆત કરી હતી. 20 વર્ષ પહેલા આ ખેતીની શરૂઆત કરી હતી અને આજે આ આમળાને ખેતી દ્વારા 15 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે. 25 વીઘામાં 900 આમળાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે સાથે જ ખેડૂત મિશ્ર પાકનું પણ વાવેતર કરે છે અને મિશ્ર પાકમાંથી પણ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, એટલે કે એક જ જમીનમાં બે વાવેતર કરવામાં આવે છે. જેમાં એક મુખ્ય બાગાયતી પાક તો જેની સાથે મિશ્ર પાક તરીકે ખેડૂત કપાસ અને સોયાબીનનું વાવેતર કરે છે. કપાસ અને સોયાબીનમાંથી એક થી ત્રણ લાખ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
આમળામાંથી કમાણી: ચતુરભાઈ એ જણાવ્યું કે,'પોતે વર્ષોથી મિશ્ર પાકમાં ખેતી કરી રહ્યા છે અને પોતે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને અભ્યાસ બાદ પોતાના પિતા સાથે પરંપરાગત ખેતી કરી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ બાગાયતી ખેતી કરવાનું નક્કી કર્યું હતું. બાગાયતી ખેતી લાંબા અંતર સુધી ઉત્પાદન આપે છે અને ખેતીમાં ખર્ચ થતો નથી. જેથી આખરે ખારો વિસ્તાર હોવાથી આમળાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આમળામાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે.'
પ્રગતિશીલ ખેડૂતે વધુમાં જણાવ્યું કે,'25 વીઘામાં 900 આમળાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. એક વીઘામાં 40 થી 50 સ્થળ આમળાના હોય છે અને એક થડમાંથી અંદાજિત 1,000 થી 1,500 સુધીનું ઉત્પાદન મળે છે. ચાલુ સિઝનમાં સાત લાખનું આમળામાંથી ઉત્પાદન મળ્યું છે. તેમજ મિશ્ર પાકમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે જેથી 25 વીઘામાંથી અંદાજિત 3 લાખ રૂપિયા કપાસના પાકનું ઉત્પાદન મળશે. જેથી 10 લાખનું ઉત્પાદન થાય છે જેમાં 1 લાખ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે.'
ચોખ્ખું 11 લાખનું ઉત્પાદન: ચતુરભાઈ એ જણાવ્યું કે, 'ગત વર્ષે જેવો એ 15 લાખનું ઉત્પાદન મેળવ્યું છે જેમાં 12,00,000 ના આમળાનું ઉત્પાદન મેળવ્યું છે અને મિશ્ર પાકમાં સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 3 લાખનું ઉત્પાદન મેળવ્યું હતું. કુલ 15 લાખનું ઉત્પાદન મળ્યું હતું. જેમાં આમળામાં કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી જેથી ચોખ્ખું 11 લાખનું ઉત્પાદન મળ્યું હતું. જ્યારે સોયાબીનના વાવેતર, કાપણી, દવા, ખાતર અને બિયારણનો ખર્ચ થાય છે. જેથી સોયાબીનમાંથી પણ અંદાજિત 3 લાખનું ઉત્પાદન મળ્યું હતું. જેમાં બે લાખ રૂપિયા ચોખા ઉત્પાદન પેટે નફો મળ્યો હતો.
આ પણ વાંચો: