મુંબઇ: ટેનિસ પ્રીમિયર લીગ (TPL) ની સિઝન 6 મંગળવારના રોજ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા (CCI) મુંબઇમાં શરુ થવા જઇ રહી છે અને રવિવાર સુધી ચાલશે. ઉદ્ધાટન સમારોહમાં દિગ્ગજ ભારતીય ખેલાડી લિએન્ડર પેસ, તેમની સાથે બોલિવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે, ચેન્નઇ સ્મેશર્સની બ્રાંડ એમ્બેસેડર અને પંજાબ પેટ્રિયટ્સની સહ માલિક તાપસી પન્નુ પણ શામેલ થશે. જે તેમની ટીમોની શરુઆતી મેચોમાં હાજર રહેશે.
સહ સંસ્થાપકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો: TPL સિઝન 6માં 8 ટીમ્સ એક-બીજા સામે પ્રતિસ્પર્ધા કરશે. જેમાં દિવસની પહેલી મેચમાં રોહન બોપન્નાની રાજસ્થાન રેન્જર્સની ટક્કર સુમિત નાગલની ગુજરાત પેંથર્સ સાથે થશે. સહ સંસ્થાપક કૃણાલ ઠાકુર અને મૃણાલ જૈને TPLની 6 સિઝનની શરુઆતથી જ પોતાનો ઉત્ત્સાહ વ્યક્ત કર્યો હતો.
મૃણાલ ઠાકુરે શુભેચ્છા પાઠવી: TPL દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કૃણાલ ઠાકુરે કહ્યું કે, "અમે બધા TPLની છઠ્ઠી સિઝન માટે ઘણા ઉત્સાહિત છીએ. અત્યાર સુધીની સફર ખૂબ જ સારી રહી છે અને અમને આશા છે કે, આ સિઝન ખૂબ મોટી અને ખૂબ સારી બનશે. હું બધા ખેલાડીઓ અને ટીમને શુભેચ્છા પાઠવું છું." વધુમાં મૃણાલ જૈને જણાવ્યું કે, "આ ખૂબ સારુ લાગી રહ્યું છે કે, અમે TPLની સિઝન 6 ની શરુઆત કરી રહ્યા છીએ. અમારી પાસે કેટલાક મોટા અને પ્રમુખ નામ છે અને હું બધી ફ્રેંચાઇઝી અને ખેલાડીઓને ટૂર્નામેન્ટ માટે શુભકામનાઓ પાઠવું છું."
આંતરરાષ્ટ્રીય ટેનિસ હસ્તીઓ હાજર રહેશે: બીજી સ્પર્ધામાં હૈદરાબાદ સ્ટ્રાઇકર્સની મેચ બંગાળ વિઝાર્ડ્સ સાથે થશે. ત્યારબાદ પંજાબ પૈટ્રિયટ્સ અને મુંબઇ ઇગલ્સ વચ્ચે મેચ થશે. પહેલા દિવસની છેલ્લી મેચમાં બેંગલુરુ SG પાઇપર્સ અને ચેન્નઇ સ્મેશર્સનો આમનોસામનો થશે. સેમીફાઇનલ અને ફાઇનલ 8 ડિસેમ્બરના રોજ થવાની છે. TPLની સિઝન 6ને પેલા કરતા વધારે રોમાંચક કરવાનો વાયદો કરે છે. જેમાં સુમિત નાગલ, રોહન બોપન્ના અને હ્યૂગો ગૈસ્ટન સહિતની ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ટેનિસ હસ્તીઓ શામેલ થશે.
TPL સિઝન 6 એક માઇલ સ્ટોન: નવી સિઝનની તરફ જોતા, સહ સંસ્થાપક કૃણાલ ઠાકુરે જણાવ્યું કે," TPLની સિઝન 6 ભારતમાં ટેનિસને પ્રોત્સાહન આપવાની અમારી યાત્રામાં આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. પ્રત્યેક સિઝન રમતને આગળ વધારવાની દિશામાં એક પગલું છે અને આ વર્ષે અમે સ્તરને વધુ ઊંચું કર્યુ છે. પ્રતિભા અને જૂૂનુની ટીમોની આવી અવિશ્વસનીય લાઇનઅપ સાથે મને વિશ્વાસ છે કે, "આપણે સ્પર્ધા અને મિત્રતાના એક અવિસ્મરણીય સપ્તાહ માટે તૈયાર છીએ."
TPL સિઝન 6ની શરુઆત: લીગના અત્યાર સુધીની સફર પર વિચાર કરતા સહ સંસ્થાપક મૃણાલ જૈને કહ્યું કે, TPL સિઝન 6ની શરુઆતને જોવી એક સમ્માનની વાત છે. એક સપનું કે, જે સમગ્ર દેશના ટેનિસ પ્રેમીઓ માટે એક સમૃદ્ધ પ્લેટફોર્મ બની ગયું છે. અમારી પાસે કેટલાક સારા ઘરેલૂ અને અંતરાષ્ટ્રીય ખેલાડીઓ છે અને મને વિશ્વાસ છે કે, તેઓ ફેન્સ માટે રોમાંચક રમત રજૂ કરશે." તેમણે કહ્યું કે, "ટેનિસ પ્રીમિયર લીગ એક સ્પર્ધા નથી. પરંતુ આ ભારતમાં એક જીવંત ટેનિસ કલ્ચર બનાવવાનું એક અભિયાન છે. ખેલાડીઓથી લઇને ફેન્સ સુધી, દરેક કોઇની ઉર્જા આ લીગને ખાસ બનાવે છે. હું દરેક ટીમને શુભકામનાઓ પાઠવું છું અને આવનારી સિઝનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનની આશા કરુ છું."
આ પણ વાંચો: