નવી દિલ્હી: 5 વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે પારસ મ્હામ્બરેને તેના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ફ્રેન્ચાઇઝીએ બુધવારે પારસ મ્હામ્બરેની નિમણૂકની જાહેરાત કરી હતી, જેઓ કોચિંગ ટીમના ભાગ રૂપે વર્તમાન બોલિંગ કોચ લસિથ મલિંગા સાથે કામ કરશે.
પારસ મ્હામ્બરેને MI ના બીજા બોલિંગ કોચ બન્યા:
એક નિવેદનમાં, MIએ કહ્યું, 'મહામ્બ્રે, જેઓ નવેમ્બર 2021 થી જૂનમાં 2024 T20 વર્લ્ડ કપ જીત્યા ત્યાં સુધી ભારતના બોલિંગ કોચ હતા, તેઓ હવે MI ના મુખ્ય કોચ મહેલા જયવર્ધને હેઠળ કોચિંગ ટીમના ભાગ રૂપે વર્તમાન બોલિંગ લસિથ મલિંગા સાથે કામ કરશે.
આ MI સાથે પારસ મ્હામ્બરેનો બીજો કાર્યકાળ હશે, જે અગાઉ IPL 2013, ચેમ્પિયન્સ લીગ T20 (2011, 2013), રનર અપ ફિનિશ (2010) અને આઈપીએલ દરમિયાન સપોર્ટ સ્ટાફનો ભાગ હતા.
મ્હામ્બરે 1996 થી 1998 દરમિયાન ભારત માટે 2 ટેસ્ટ અને 3 ODI રમી હતી. પરંતુ મુંબઈ સાથે તેમની સ્થાનિક ક્રિકેટ કારકીર્દિની પ્રસિદ્ધિ રહી છે. જેમાં તેઓ પાંચ રણજી ટ્રોફી વિજેતા ટીમના સભ્ય રહ્યા હતા.
મ્હામ્બરે વિશ્વ વિજેતા કોચ છે:
મ્હામ્બરે પાસે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તરફથી લેવલ 3 કોચિંગ ડિપ્લોમા પણ છે. રાષ્ટ્રીય સેટઅપમાં પ્રવેશતા પહેલા તેમણે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર, બરોડા, વિદર્ભ (2016-17) અને બંગાળના કોચ તરીકે સેવા આપી હતી. મ્હામ્બરે અગાઉ ભારત A અને અંડર-19 ટીમોના કોચ તરીકે કામ કરી ચૂક્યા છે. આ પછી તે રાહુલ દ્રવિડના નેતૃત્વમાં કોચિંગ સ્ટાફના વિશ્વાસુ સભ્ય બની ગયા.
મ્હામ્બ્રેએ દક્ષિણ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડ કપ 2020માં રનર-અપ થવા માટે ભારતીય અંડર-19 ટીમને પણ કોચિંગ આપ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે, તેમના કોચિંગ હેઠળ, ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023માં રનર-અપ અને T20 વર્લ્ડ કપ 2024માં વિજેતા તરીકે ઉભરી આવી, અને તે પછીથી ભારતીય બોલીગમાં ઘણો સુધારો આવ્યો છે.
આ પણ વાંચો:
- લિયોનેલ મેસીએ રચ્યો ઈતિહાસ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના આ મોટા રેકોર્ડની કરી બરાબરી...
- વરસાદ રોકાતા માત્ર 15 મિનિટમાં જ મેચ શરૂ થશે, 4.25 કરોડના ખર્ચે બનાવેલ ચિન્નાસ્વામી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ…