અમદાવાદ: 10 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રોમાંચક મુકાબલા થશે. ગુજરાત ટાઇટન્સ તેની આબરૂ બચાવવા હોમ ગ્રાઉન્ડ પર પોતાનું કૌતુક દાખવવા મેદાને ઉતરશે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ નેટ રન રેટ સુધારી ગ્રુપમાં પોતાનું સ્થાન સુધારવા રમશે.
અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉમટ્યું ધોની ફેનનું પૂર (ETV BHARAT GUJRAT) IPL 2024 માં બંને ટીમોનું પ્રદર્શન:IPL 2024 માં ગુજરાત ટાઇટન્સ હાલ સુધી 11 મેચ રમ્યું છે. જે પૈકી ફક્ત 4 મેચમાં જ વિજેતા બન્યું છે, જ્યારે 7 મેચ ગુમાવી છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ ચાલુ સિઝનમાં કુલ 11 મેચ રમી છે, જે પૈકી 6 મેચ જીત્યું છે.
અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉમટ્યું ધોની ફેનનું પૂર (ETV BHARAT GUJRAT) એમ. એસ. ધોનીને જોવા આવ્યા હજારો ફેન્સ:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ધોનીના હજારો ફેન્સ ઉમટ્યા છે. નાસિક મુંબઈ અને બેંગલુરુથી ધોનીના ફેન્સ તેની છેલ્લી પૈકીની આઇપીએલ મેચ જોવા ઉમટ્યા છે. ગુજરાત ટાઇટન્સ તેની હોમ પીચ પર મેચ રમવા ઉતરે છે ત્યારે ગુજરાત ટાઇટન્સ આ સીઝનમાં બહાર ફેંકાઈ રહ્યું છે. ગુજરાત ટાઈટન્સના ફેન્સ ફકત કેપ્ટન શુભમન ગિલને જોવા આવ્યા છે. જ્યારે ગુજરાતની ધરતી પર હજારો ફેન્સ ધોનીને મેદાન પર જોવા ઉમટ્યાં છે.
ગુજરાત ટાઇટન્સ ફેવરિટ નથી:ગુજરાત ટાઇટન્સ તેની છેલ્લી બે સિઝનની સફળતાને દોહરાવી શક્યું નથી. જેના કારણે પોતાના હોમ ગ્રાઉન્ડ પર જ તેના ફેન્સ ઓછા છે. 2024ની સીઝનમાં ગુજરાત ટાઇટન્સ 11 પૈકીની ફક્ત 4 જ મેચ જીત્યું છે અનેકોના દિલ તોડ્યા છે. ચૂંટણી બાદ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હજારો ક્રિકેટ ચાહકો મેચની મજા માણવા ગરમીમાં પણ ઉમટ્યા છે.
- અમદાવાદમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે ગુજરાત ટાઈટન્સ, મેચ પૂર્વે ધોનીના રમવા અંગે આવી અપડેટ - GT vs CSK