નવી દિલ્હીઃ 6 ઓક્ટોબર એટલે કે રવિવારના દિવસે ભારતીય ક્રિકેટ ચાહકો માટે રસપ્રદ બનવાનો છે. ચાહકોને આ દિવસે ક્રિકેટનો ડબલ ડોઝ મળવા જઈ રહ્યો છે, એક તરફ હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ની પોતાની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે, ત્યાં જ બીજી તરફ સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ બાંગ્લાદેશને ગ્વાલિયરમાં મેચ રમશે. જાણો કે આ મેચો ક્યાં અને ક્યારે ફ્રીમાં જોઈ શકાય.
ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન ટકરાશે:
ICC મહિલા T20 વર્લ્ડ કપની 7મી મેચમાં ભારતીય મહિલા ટીમ રવિવારે પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ સામે રમતા જોવા મળશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 6 ઓક્ટોબર (રવિવાર) બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે, જ્યારે તેનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે. ભારતીય ક્રિકેટ ટીમની આ બીજી મેચ છે, પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે તેને 58 રને હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાન તેની પ્રથમ મેચમાં શ્રીલંકાને 31 રને હરાવીને આવ્યું છે.
ભારત અને પાકિસ્તાન મહિલા ટીમ ((IANS PHOTO)) ભારત અને બાંગ્લાદેશની પુરુષ ટીમો આમને સામને:
ભારત અને બાંગ્લાદેશની પુરૂષ ટીમો વચ્ચે 6 ઓક્ટોબર, રવિવારથી ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થઈ રહી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સુપર સન્ડેની બીજી મેચમાં બાંગ્લાદેશની પુરૂષ ક્રિકેટ ટીમ સામે ટકરાશે. આ મેચ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં 6 ઓક્ટોબર (રવિવાર) ના રોજ સાંજે 7:00 વાગ્યાથી શરૂ થશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્પોર્ટ્સ 18 પર થશે જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર ચાહકોને મફતમાં જોવા મળશે.
ભારત અને બાંગ્લાદેશ પુરુષ ટીમ (IANS and ANI PHOTO)) આ બે મેચ સાથે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે રવિવારનો દિવસ જબરદસ્ત રહેવાનો છે. ચાહકો સપ્તાહના અંતે ભારતની એક નહીં પરંતુ બે મેચનો આનંદ માણી શકે છે.
આ પણ વાંચો:
- T20 વર્લ્ડ કપમાં આજે બાંગ્લાદેશ સામે ઈંગ્લેન્ડ કરશે પ્રથમ શરૂઆત, અહીં જોવા મળશે લાઈવ મેચ… - BAN W VS ENG W T20I LIVE IN INDIA
- નડિયાદમાં ક્રિકેટર અક્ષર પટેલે કરી મા જગદંબાની આરાધના - Navratri 2024