નવી દિલ્હી: NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતુ. ઘટના સમયે તેઓ તેમના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર દશેરાની ઉજવણી કરી રહ્યા હતા.
બાબા સિદ્દીકીનું નામ મહારાષ્ટ્રના મોટા નેતાઓમાં સામેલ છે અને તેમના રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ સાથે સારા સંબંધો હતા. તેમને ગોળી મારવાના સમાચાર મળતા જ બોલિવૂડના અનેક કલાકારો લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની હત્યાથી પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પણ આઘાતમાં છે. તેમણે ઘટનાની નિંદા કરી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.
યુવરાજ સિંહે શું કહ્યું?: યુવરાજ સિંહને બાબા સિદ્દીકીના નિધનની માહિતી મળતાં જ તેમણે રાત્રે 2 વાગ્યે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો. યુવરાજ સિંહે લખ્યું, 'બાબા સિદ્દીકીના અકાળે નિધનથી આઘાત લાગ્યો. તેઓ એક સાચા નેતા હતા જેમણે લોકો માટે સખત મહેનત કરી હતી, તેમની પ્રામાણિકતા અને લોકો પ્રત્યેનો પ્રેમ હંમેશા યાદ રહેશે. હું આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. તેમની આત્માને શાંતિ મળે.