સિડનીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે રવિવારે સિડની ટેસ્ટની સમાપ્તિ બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમની તૈયારીઓ પર કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરી છે. ભારત એક દાયકા પછી શ્રેણી હારી ગયું અને ઓસ્ટ્રેલિયાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જીત હાંસલ કરી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ફાઇનલ)માં સ્થાન મેળવી લીધું છે.
honestly speaking, if the trophy was named after me i'd have been pissed in a similar way
— s (@_sectumsempra18) January 5, 2025
Credits: disney+ hotstar pic.twitter.com/hZemQiUP2G
સુનિલ ગાવસ્કરનો ટીમ ઈન્ડિયાને કટાક્ષ:
ભારત બોર્ડર - ગાવસ્કર ટ્રોફીની અંતિમ ટેસ્ટ મેચ હાર્યાની સાથે સાથે WTC ફાઇનલમાં પહોંચવાનું સપનું પણ તૂટી ગયું છે. ઓસ્ટ્રેલિયા 11 જૂનથી 15 જૂન સુધી લોર્ડ્સમાં દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલ ટેસ્ટ મેચ રમશે. આ હાર સાથે ભારતે સતત ત્રીજી વખત WTC ફાઇનલમાં પ્રવેશવાની તક ગુમાવી દીધી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા, મેન ઇન બ્લુએ વર્કલોડ મેનેજમેન્ટનું કારણ દર્શાવીને કોઈપણ પ્રેક્ટિસ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો.
સુનિલ ગાવસ્કર કે જેમના નામ પર આ ટ્રોફી રમવામાં આવે છે. તેમને સ્ટાર સ્પોર્ટ્સ પર જતીન સપૃએ પૂછ્યું કે, મહત્વપૂર્ણ મેચ રમવા પહેલા ભારતની પ્રેક્ટિસ મેચો પર વધારે ધ્યાન આપવું જોઈએ ત્યારે ગાવસ્કર બોલ્યા "અમે કોણ છીએ? અમે ક્રિકેટ નથી જાણતા. અમે ફક્ત ટીવી માટે બોલીએ છીએ અને પૈસા કમાઈએ છીએ, અમારી વાત ન સાંભળો, અમે કંઈ નથી. એક કાનેથી સાંભળો અને બીજા કાનેથી કાઢી નાંખો"
Sunil Gavaskar on India's coaching staff. pic.twitter.com/8X2cFvQ3n7
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 5, 2025
અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ બાજી મારી:
ઓસ્ટ્રેલિયાએ 162 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો અને 58 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ સતત વિકેટો ગુમાવી રહી હતી, પરંતુ ટ્રેવિસ હેડ અને બ્યુ વેબસ્ટરે SCGમાં યજમાનોને જીત અપાવવા માટે મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.
નોંધનીય છે કે, SCG ટેસ્ટ દરમિયાન, રોહિતે કહ્યું હતું કે, ટીવી પર તેના વિશે કંઈક બોલાઈ રહ્યું છે તેના આધારે તે નિવૃત્તિ લેશે નહીં. ઉપરાંત, તેણે ઉલ્લેખ કર્યો હતો કે તે તેના વિશે લખેલી કોઈપણ વસ્તુના આધારે તેની કારકિર્દી સમાપ્ત કરશે નહીં. તેણે વધુમાં કહ્યું કે, તે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે કારણ કે તેણે તેના જીવનમાં ઘણું ક્રિકેટ રમ્યું છે.
આ પણ વાંચો: