જૂનગાઢ : શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશથી ઓછા ઠંડા પ્રદેશ તરફ ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ સ્થળાંતર કરતા હોય છે. ગુજરાતમાં પણ શિયાળો ગાળવા માટે રશિયા અને સાઇબેરિયાથી મોટા પ્રમાણમાં પક્ષીઓ આવે છે. જોકે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ આ પક્ષીઓને ખોરાક આપી અજાણ્યે નુકશાન કરી રહ્યા છે, જાણો સમગ્ર વિગત
શિયાળા દરમિયાન પક્ષીઓનું સ્થળાંતર : શિયાળા દરમિયાન દુનિયાના મોટાભાગના દેશોમાં વિદેશી પક્ષીઓનું આવાગમન સામાન્ય બનતું હોય છે. વધુ ઠંડા પ્રદેશમાંથી ઓછા ઠંડા પ્રદેશ તરફ પક્ષીઓ શિયાળાના સમય દરમિયાન સ્થળાંતર કરતા હોય છે. ખાસ કરીને ઉત્તર ગોળાર્ધમાં જ્યારે તાપમાન ઝીરો ડિગ્રીથી નીચે હોય છે, જેથી પાણીમાં નિવસનતંત્ર ધરાવતા મોટાભાગના પક્ષીઓ ઓછા ઠંડા પ્રદેશ કે જ્યાં પાણી પર બરફ જામતો નથી તેવા સ્થળો પર સ્થળાંતરિત થતા હોય છે.
યાયાવર પક્ષીઓ માટે નુકસાનકારક ખોરાક : ગુજરાતમાં પણ શિયાળા દરમિયાન વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે. દર વર્ષે તેની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. યાયાવર પક્ષીઓને જોવા માટે વિવિધ સ્થળોએ પ્રવાસીઓ પણ ઉમટી પડે છે. આ દરમિયાન વિદેશથી આવતા આવા પક્ષીઓને લોકો ખોરાક આપે છે. જોકે, કેટલોક ખોરાક આ પક્ષીઓને નુકસાન કરી શકે છે.
પક્ષીઓની નજાકતને માણો...
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બાયોલોજિસ્ટ રવિકુમાર પટેલે વિદેશથી આવતા પક્ષીઓની નજાકતને માણવાની અને વિવિધતાને જાણવાની વાત કરી છે. સાથે જ જણાવ્યુ કે, લોકો પક્ષીઓને બહારથી ખોરાક આપી રહ્યા છે. આ પ્રકારની આદત વિદેશથી આવતા આવા પક્ષીઓ માટે ખૂબ નુકસાનકારક છે.
તમે કરી રહ્યો છો તે યોગ્ય છે, જાણો...
સમગ્ર વિશ્વમાં ગલ પ્રજાતિના અનેક પક્ષીઓ અસ્તિત્વ ધરાવે છે, તે પૈકીના સી-ગલ શિયાળા દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળતા હોય છે, જેને લોકો ગાંઠિયા કે અન્ય ખોરાક આપીને તેના નિવસનતંત્રની સાથે તેના આરોગ્ય પર ગંભીર અસર કરે છે. લોકોએ યાયાવર પક્ષીઓને જોવાનો આનંદ અચૂક માણવો જોઈએ, પરંતુ તેને બહારથી ખોરાક આપીને તેના જીવન ચક્રને નુકસાન કરવાની ગતિવિધિથી દૂર રહેવું જોઈએ.