હૈદરાબાદ: સરકારી નોકરી મેળવવા માંગતા નોકરીવાંચ્છુઓ માટે સુવર્ણ તક આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી (CBSE)એ સમગ્ર ભારતમાં 212 ખાલી જગ્યાઓ પર સુપરિન્ટેન્ડેન્ટ, જુનિયર આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત બહાર પાડી છે. નોકરી મેળવવા માંગતા યુવાનો માટે આ એક સારી તક છે. અમે તમને જણાવીશું કે, આ ભરતીમાં શું વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા, અરજી ફી વિશે વિગતે માહિતી આપીશું.
ઓનલાઇન ફોર્મ ભરવાના શરુ: CBSE દ્વારા સુપરિન્ટેન્ડેન્ટ અને જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે 212 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા યુવાનો ઓફિશિયલ સાઇટ પર જઇને અરજી કરી શકે છે. ઓફિશિયલ વેબસાઇટ પર તા. 01 જાન્યુઆરી 2025થી ઓનલાઇન ફોર્મ ભરવાની વિન્ડો શરુ કરી દેવામાં આવી છે. જેના પર જઇને ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે અને ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તા. 31 જાન્યુઆરી 2025 સુધી જ છે.
કેટલી જગ્યાઓ ખાલી છે: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી (CBSE) દ્વારા સુપરિન્ટેન્ડેન્ટ, જુનિયર આસિસ્ટન્ટની ખાલી પડેલી જગ્યાઓ પર જો કેટેગરીવાઇઝ જગ્યાઓની વાત કરવામાં આવે તો સુપરિન્ટેન્ડેન્ટ માટે 142 જગ્યાઓ ખાલી છે. જેમાં જનરલ માટે 59 જગ્યા, SC માટે 21 જગ્યા, ST માટે 10 જગ્યા, OBC માટે 38 જગ્યા, EWS માટે 14 જગ્યાઓ રહેલી છે. જ્યારે જુનિયર આસિસ્ટન્ટ માટે 70 જેટલી જગ્યાઓ ખાલી છે. જેમાં જનરલ માટે 5 જગ્યા, SC માટે 9 જગ્યા, ST માટે 9 જગ્યા, OBC માટે 34 જગ્યા અને EWS માટે 13 જેટલી જગ્યાઓ ખાલી છે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ: CBSE એ બહાર પાડેલી સુપરિન્ટેન્ડેન્ટ અને જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ માટે લાયકાત જેમાં સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જરુરી છે અને MS OFFICE જેવી કોમ્પ્યુટર એપ્લિકેશનનું કાર્યકારી જ્ઞાન પણ હોવું જરુરી છે. જ્યારે જુનિયર આસિસ્ટન્ટ માટે ઉમેદવારે ધોરણ 12 પાસ કે તેની સમકક્ષનો અભ્યાસ કરેલો હોવો જોઇએ. તેમજ તેને કમ્પ્યુટર પર અંગ્રેજીમાં 35 WPM અને હિન્દીમાં 30 WPMની સ્પીડ હોવી જરુરી છે.
ઉમેદવારોએ CBSEની ઓફિશિયલ વેબસાઇટ www.cbse.gov.in પર અરજી કરવાની રહેશે.
વય મર્યાદા કેટલી છે: સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 31 જાન્યુઆરી 2025ના રોજ 30 વર્ષ અને જુનિયર આસિસ્ટન્ટની મહત્તમ વય મર્યાદા તા. 31 જાન્યુઆરી 2025ના રોજ 18થી 27 વર્ષ સુધીની હોવી જરુરી છે.
ઓનલાઇન ફી કેટલી છે: CBSE દ્વારા સુપરિન્ટેન્ડેન્ટ અને જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે જનરલ, OBC અને EWS કેટેગરીમાંથી આવતા ઉમેદવારોએ રુ. 800 ઓનલાઇન ફી ભરવાની રહેશે. જ્યારે SC, ST, PWBD, મહિલાઓ અને ESMની ઓનલાઇન ફી ભરવાની રહેતી નથી.
શું રહેશે પસંદગી પ્રક્રિયા: પસંદગી પ્રક્રિયામાં TIER 1 અને TIER 2 એમ 2 પરિક્ષા લેવામાં આવશે જેમાં TIER 1 પરીક્ષામાં MCQ-આધારિત પ્રિલિમિનરી સ્ક્રીનીંગ અને TIER 2 પરીક્ષામાં વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યાર બાદ કૌશલ્ય કસોટીમાં ટાઇપિંગ સ્પીડ ટેસ્ટ લેવામાં આવશે. સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ માટેની CBSE ભરતી 2025 TIER 1 પરીક્ષાની MCQ આધારિત પેટર્નમાં ઉમેદવારોને જનરલ અવેરનેસ, લોજિકલ રિઝનિંગ, સંખ્યાત્મક ક્ષમતા અને અંગ્રેજી અને હિંદી સમજણ આધારિત સવાલો પૂછવામાં આવશે. જ્યારે TIER 2 પરીક્ષામાં ઉમેદવારોને કરંટ અફેર્સ, ભારતીય ઇતિહાસ, ભૂગોળ, અર્થતંત્ર અને રાજનીતિના પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં જનરલ નોલેજ, તર્ક અને ગાણિતિક ક્ષમતા, અંગ્રેજી અને હિન્દી, કમ્પ્યુટર બેઝિક્સ વિષયો પર પ્રશ્નો પૂછાય છે.
વધુ માહિતી માટે CBSEની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
આ પણ વાંચો: