નવી દિલ્હીઃભારતીય ટીમ T20 અને ODI શ્રેણી માટે શ્રીલંકા પ્રવાસે છે. ભારતે 3 મેચની T20 સીરીઝ જીતીને ક્લીન સ્વીપ કરી હતી, ત્યાર બાદ હાલમાં ODI સીરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ સ્કોર સમાન રહેવાના કારણે ટાઈ થઈ હતી. જે બાદ બીજી મેચમાં શ્રીલંકાએ 34 રને જીત મેળવી હતી.
27 વર્ષ બાદ રાજાશાહી સામે ખતરો:
શ્રીલંકા હાલમાં 3 મેચની વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. આ શ્રેણી જીતવા માટે તેને માત્ર એક મેચની જરૂર છે, જ્યારે ભારત છેલ્લી મેચ જીતીને પણ આ શ્રેણી જીતી શકે તેમ નથી, કારણ કે પ્રથમ મેચ ટાઈ થઈ ગઈ હતી. જો શ્રીલંકા ભારત સામેની છેલ્લી મેચ જીતી જશે તો ભારતની શ્રીલંકા સામેની 27 વર્ષ જૂની જીતનો સિલસિલો સમાપ્ત થઈ જશે.
છેલ્લે 1997માં વનડે શ્રેણી જીતી હતી:
શ્રીલંકાએ છેલ્લી વનડે સિરીઝ ભારત સામે લગભગ 27 વર્ષ પહેલા એટલે કે 1997માં જીતી હતી. ત્યાર બાદ શ્રીલંકાની ટીમ એક પણ વનડે શ્રેણીમાં ભારતને હરાવી શકી નથી. 1997માં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રમાઈ હતી. આ શ્રેણીમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. તે શ્રેણી પછી, ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 10 ODI સીરિઝ રમાઈ છે, પરંતુ શ્રીલંકાની ટીમ એક પણ દ્વિપક્ષીય શ્રેણી જીતવામાં સફળ રહી નથી.
ભારત જીતની નજીક આવ્યા બાદ પ્રથમ મેચ હાર્યું:
ભારતીય ટીમે ટી20 અને વનડેમાં શ્રીલંકા સામે ઘણા પ્રયોગો કર્યા છે. ભારત પ્રથમ મેચમાં જીતની ખૂબ નજીક હતું જ્યાં ભારતને 15 બોલમાં 1 રનની જરૂર હતી અને તેની 2 વિકેટ હાથમાં હતી. જે બાદ શિવમ દુબે આગામી બોલ પર આઉટ થયો હતો. 9 વિકેટ પડ્યા બાદ બેટિંગ કરવા આવેલો અર્શદીપ સિંહ મોટો શોટ મારવાના પ્રયાસમાં આઉટ થયો અને મેચ ટાઈ રહી. આ સિવાય રોહિત શર્મા બીજી મેચમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
- નારુકા અને મહેશ્વરીએ સ્કીટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં મેળવ્યું સ્થાન, આગળ ચીન સાથે ટક્કર... - Paris Olympics 2024